પાકિસ્તાનની એક સંસદીય સમિતિએ ભારતીય મૉડલોને દર્શાવતી જાહેરખબરો પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે. આ સાથે સમિતિએ પાકિસ્તાની ન્યુઝચૅનલની રીડરો માટે માથું ઢાંકવું ફરજિયાત બનાવવાની પણ ભલામણ કરી છે. સંસદીય સમિતિએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને આ ભલામણો મોકલી આપી છે.
પાકિસ્તાનના માહિતી અને પ્રસારણપ્રધાન કમર જમાન કૈરાએ ભારતીય મૉડલોને દર્શાવતી જાહેરખબરો બૅન કરવાના સૂચન વિશે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આ મુદ્દો અગાઉથી કોર્ટમાં છે એટલે કોર્ટના ચુકાદા પછી સરકાર નિર્ણય લેશે. તેમણે પાકિસ્તાની સંસ્કૃતિને પ્રોત્સાહન મળવું જોઈએ એવા સંસદીય સમિતિના સૂચન સાથે સંમતિ વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની ટીવી ચૅનલો પર કૅટરિના કૈફ, શિલ્પા શેટ્ટી, કાજોલ, કરીના કપૂર અને શાહરુખ ખાન સહિત અનેક ભારતીય ઍક્ટર્સ તથા મૉડલને દર્શાવતી જાહેરખબરો દર્શાવવામાં આવે છે.
કુરબાન હુઆમાં દુલ્હનનો લુક યાદગાર રહેશે તાન્યા શર્મા માટે
25th January, 2021 15:47 ISTસ્ટોરી 9 મન્થ્સ કીના ટ્વિસ્ટ માટે રહો તૈયાર
25th January, 2021 15:44 ISTસંગકારા બન્યો રાજસ્થાન રૉયલ્સનો ક્રિકેટ ડિરેક્ટર
25th January, 2021 12:19 ISTરેલવેના પ્રવાસીઓ માટે ઈ-કેટરિંગ ફરી શરૂ થશે
25th January, 2021 09:56 IST