પાકિસ્તાની મંત્રીએ હવે પ્રિયંકા ચોપરા પર સાધ્યું નિશાન, UN પાસે કરી આ માંગ

Published: Aug 21, 2019, 18:15 IST | ઈસ્લામાબાદ

પાકિસ્તાની મંત્રીએ હવે પ્રિયંકા ચોપરા પર નિશાન સાધ્યું છે. અને તેને સંયુક્ત રાષ્ટ્રના ગુડવિલ એમ્બેસેડરના પદ પરથી હટાવવાની માંગ કરી છે.

પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપરા

જમ્મૂ કશ્મીરમાં આર્ટિકલ 370 ખતમ થયા બાદ બોખલાયેલા પાકિસ્તાનના નિશાને હવે બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા આવી છે. પ્રિયંકાના એક જૂના ટ્વીટનો હવાલો આપીને પાકિસ્તાનના મંત્રીએ સંયુક્ત રાષ્ટ્ર પાસે માંગ કરી છે કે તેને UN Goodwill Ambassador For Peaceના પદ પરથી હટાવવામાં આવે.

પાકિસ્તાન સરકારમાં માનવાધિકાર મંત્રી શિરીન માજરીએ યૂએનને મોકલેલો પત્ર ટ્વિટર પર શેર કર્યો છે. આ લેટર યૂનિસેફની એક્ઝીક્યૂટિવ ડાયરેક્ટર હેનરિએટા ફોરને લખવામાં આવ્યો છે. શિરિને આ પત્રમાં લખ્યું છે કે પ્રિયંકાને UN Goodwill Ambassador For Peaceના પદ પર રાખવું યૂએનના નિયમોની વિરુદ્ધ છે. જમ્મૂ કશ્મીરને લઈને મોદી સરકારના નિર્ણયનું સમર્થન કરવું અને યુદ્ધને સપોર્ટ કરવું, UNSCના પ્રસ્તાવોની વિરુદ્ધમાં છે. શિરીને લખ્યું છે કે જો પ્રિયંકા આ પદ પર બની રહી છે તો તેનાથી યૂએન પર આખું જગત હસશે.


શિરીનના આ લેટર બાદ ભારતીય યૂઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું અને તેને જવાબ આપ્યો. એક યૂઝરે લખ્યું કે  કે યૂએનમાં પાકિસ્તાનની છાપ શું છે,તે બધાને ખબર છે.આ લેટર પાકિસ્તાનની હતાશા અને નિરાશા બતાવી રહ્યું. છે. અન્ય એક યૂઝરે લખ્યું કે આનાથી ખબર પડે છે કે તમે અને તમારી સરકાર ભારતના આંતરિક મામલાથી કેટલા હલી જાઓ છે. પહેલા તમે તમારે ત્યાંના માનવાધિકારોની તપાસ કરો. જેનાથી તમને ફાયદો થશે.


જણાવી દઈએ બાલાકોટ એર સ્ટ્રાઈક સમયે પ્રિયંકાએ ભારતીય સેનાનો ઉલ્લેખ કરતા પોતાના ટ્વિટર પર જય હિંદ લખ્યું હતું. પ્રિયંકાના આ જ ટ્વીટના આધાર પર શિરીને યૂએનને પત્ર લખ્યો છે. જો કે લેટરમાં તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો.

આ પણ જુઓઃ ટ્રેડિશનલ વૅરમાં એકદમ ગુજરાતી ગોરી લાગી રહી છે કિંજલ દવે

કેટલાક દિવસો પહેલા એક એક પાકિસ્તાની યુવતીએ પણ એક કાર્યક્રમમાં પ્રિયંકા પર આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા હતા, જેનો પ્રિયંકાએ જોરદાર જવાબ આપ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK