પાકિસ્તાની નેતાએ ગાયું,'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા', જુઓ વીડિયો

Published: Sep 01, 2019, 17:41 IST | મુંબઈ

આર્ટિકલ 370 હટ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ દેખાઈ રહ્યો છે. ત્યારે એક પાકિસ્તાની નેતાએ ભારતના વખાણ કરવાની સાથે એક ગીત ગાયું છે,

અલ્તાફ હુસૈન
અલ્તાફ હુસૈન

આર્ટિકલ 370 હટ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ વણસી છે. બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ દેખાઈ રહ્યો છે. ત્યારે એક પાકિસ્તાની નેતાએ ભારતના વખાણ કરવાની સાથે એક ગીત ગાયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ ગીત ગાનાર વ્યક્તિ પાકિસ્તાનના રાજકીય પક્ષ 'મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ'ના સંસ્થાપક છે. તેમનું નામ અલ્તાફ હુસૈન છે.

કેટલાક દિવસો પહેલા લંડનમાં અલ્તાફ હુસેને કહ્યું હતું કે કાશ્મીરી લોકોએ પાકિસ્તાની સૈન્ય અને પાકિસ્તાન સરકાર પર ભરોસો ન મૂકવો જોઈએ. પાકિસ્તાની સરકાર અને સૈન્ય 72 વર્ષથી કાશ્મીરના લોકોને દગો આપી રહ્યા છે.

અલ્તાફ હુસૈને કહ્યું હતું કે પાકિસ્તાની સૈન્યના કેટલાક લોકો એવા નારા લગાવી રહ્યા છે કે કાશ્મીરને પાકિસ્તાનમાં સામેલ કરીશું અને અમે આજાદી લઈશું. પરંતુ આઝાદીનો સાચો અર્થ આ નથી. આ પહેલા પણ 2016માં અલ્તાફ હુસૈને એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનને દુનિયા માટે કેન્સર ગણાવ્યુ હતું. જે બાદ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટના સંસ્થાપક અલ્તાફ હુસૈન સામે પગલાં લેવાયા હતા.

અલ્તાફ હુસૈન હંમેશા જાહેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની કડવાશ દૂર કરવાની કોશિશ કરતા રહે છે. ભારત પર અલ્તાફ હુસૈનની મદદ અને ફંડિંગ કરવાનો આરોપ પણ લાગતો રહ્યો છે. જો કે અલ્તાફ હુસૈન અને ભારત બંને તેને ફગાવતા રહ્યા છે.

આ પણ વાંચોઃ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો કેટલા વધ્યા ?

ઉલ્લેખનીય છે કે અલ્તાફ હુસૈન પાકિસ્તાનના મોટા નેતા છે. કરાંચીના મતદારો પર આજે પણ તેમની પકડ છે. અલ્તાફની ઓળખ પાકિસ્તાનમાં એક તેજતર્રાર નેતા તરીકેની છે. પાકિસ્તાને અલ્તાફને દેશનિકાલ કર્યા છે. તેઓ હાલ લંડનમાં રહે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK