અભિનેત્રી વીણા મલિક અને તેના પતિને 26 વર્ષની જેલ

Published: 26th November, 2014 06:35 IST

પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે વીના,તેના પતિ ઉપરાંત એક મીડિયા ગ્રુપના ઓનરને પણ સજા ઉપરાંત 13 લાખનો દંડ પણ ફટકાર્યો.


ઈસ્લામાબાદ,તા.26 નવેમ્બર

પાકિસ્તાની ચેનલ જિયો ટી.વી.ના માલિક શકીલ ઉર રહેમાન,અભિનેત્રી વીના મલિક અને તેના પતિ બશીર તથા એક ટી.વી. પ્રેજેન્ટરને ઈશનિંદા મામલે પાકની આતંકવાદ વિરોધી કોર્ટે 26 વર્ષની જેલની સજા સંભળાવી છે.આ ઉપરાંત તેમને 13 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

મામલો એવો હતો કે જિયો ટીવીના માલિક પર ઇશનિંદા કરવાનો આરોપ હતો.વિણાના બનાવટી લગ્ન બશીર સાથે થઈ રહ્યા હતા ત્યારે એક ધાર્મિક ગીત વગાડવામાં આવ્યુ હતુ.જેના કારણે તેમને આજે પાક કોર્ટે આ સજા ફટકારી છે.

કોર્ટે આદેશ આપ્યો છે કે ફટકારેલો દંડ ભરવામાં દોષિતો નિષ્ફળ જાય તો તેમની સંપત્તિ વેચી નાંખવામાં આવશે.ન્યાયાધીશ શાહબાજ ખાને વીના મલિક અને બશીર સહિત ટીવી શોની પ્રેજેન્ટર શાઈસ્તા વાહિદીને પણ 26 વર્ષની જેલની સજા ફટકારી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK