Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાક. કમાન્ડોને કરાયા ઠાર

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાક. કમાન્ડોને કરાયા ઠાર

20 August, 2019 08:30 PM IST | દિલ્હી

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાક. કમાન્ડોને કરાયા ઠાર

વિંગ કમાન્ડર અભિનંદનને પકડનાર પાક. કમાન્ડોને કરાયા ઠાર


ભારતીય વાયુસેનાના બહાદુર પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદર વર્ધમાનની ધરપકડનો બદલો ભારતીય સૈન્યના જવાનોએ લીધો છે. પાકિસ્તાનમાં અભિનંદનની ધરપકડ કરી તેને પરેશાન કરનાર પાકિસ્તાની કમાન્ડો અહેમદ ખાનને સૈન્યના જવાનોએ ઠાર કર્યા છે. પાકિસ્તાની કમાન્ડો નિયંત્રણ રેખા પર ઘૂષણખોરી કરાવવાની કોશિશ કરી રહ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની સૈન્યની ખાસ કમાન્ડોના સૂબેદાર અહેમદ ખાનને ભારતીય સૈન્યએ 17 ઓગસ્ટે LOCના નૈકલ સેક્ટર નજીક ઠાર કર્યા હતા. આ સમયે તે ભારતમાં ઘૂષણખોરી કરાવવાનો પ્રયાસ કરાવતો હતો. 27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ કર્યા બાદ પાકિસ્તાને જે તસવીરો જાહેર કરી તેમાં સૂબેદાર અહેમદ ખાન દેખાઈ રહ્યા હતા.



પહેલા પણ કરાવતો હતો ઘૂષણ ખોરી


આ પહેલા અહેમદ ખાન નૌશેરા, સુંદરબની અને પલ્લનવાલા સેક્ટરમાં આતંકીઓને ભારતમાં ઘૂષણકોરી કરાવતો હતો. કહેવાઈ રહ્યું છે કે ઘૂષણખોરી કરાવવા માટે પાકિસ્તાની સૈન્યએ ખાસ તૈનાત કર્યો હતો.

ફોરવર્ડ પોસ્ટ પર હતા જૈશના આતંકી


સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અહેમદ ખાને કાશ્મીરમાં આતંકીઓની ઘૂષણખોરી માટે ફોરવર્ડ પોસ્ટ પર જૈશ એ મોહમ્મદના તાલીમ પામેલા આતંકીઓને ભેગા કર્યા હતા. 17 ઓગસ્ટે ઘૂષણખોરી કરાવવા માટે પાકિસ્તાની સૈન્યએ પૂંછની કૃષ્ણાઘાટી સેક્ટરમાં મોર્ટારમારો કર્યો હતો, જેનો ભારતીય સૈન્યએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીય સૈન્યએ આપેલા જડબાતોડ જવાબમાં પાકિસ્તાની કમાન્ડો અહેમદ ખાન ઠાર થયો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આ તારીખે લેશે અમદાવાદની મુલાકાત

ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના વિમાનોને ભગાડ્યા હતા

ઉલ્લેખનીય ચે કે બાલાકોટ પર ભારતીય સૈન્યએ કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાની વિમાનોએ ભારતમાં હુમલાની કોશિશ કરી હતી. ભારતીય ફાઈટર જેટે પાકિસ્તાનની આ કોશિશ નિષ્ફળ બનાવી હતી, અને પાકિસ્તાની વિમાનોને પાછા ધકેલ્યા હતા. આ જ દરમિયાન પાકિસ્તાની વિમાન F 16ને ધકેડવા દરમિયાન વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનનું મિગ 21 બાઈસન ક્રેશ થઈને પાકિસ્તાનમાં પડ્યું હતું. પાકિસ્તાની સૈનિકોએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની ધરપકડ કરી તેમને પરેશાન કર્યા હતા. જે બાદ પાકિસ્તાનના વિંગ કમાન્ડર અભિનંદનને 1 માર્ચે છોડ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2019 08:30 PM IST | દિલ્હી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK