સુશાંતને જોઈને પાકિસ્તાની યુવાને પત્નીને ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી

Published: 24th September, 2020 08:35 IST | Mumbai correspondent | Mumbai

સુશાંતને જોઈને પાકિસ્તાની યુવાને પત્નીને ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી

સુશાંતને જોઈને પાકિસ્તાની યુવાને પત્નીને ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી
સુશાંતને જોઈને પાકિસ્તાની યુવાને પત્નીને ભેટ આપવા ચંદ્ર પર જમીન ખરીદી

કહેવાય છે કે પ્રેમિકાને ચાંદ પરથી તારા તોડી લાવી આપવાનાં વચનો આપતાં પણ પ્રેમી અચકાતા નથી. જોકે કેટલાક પ્રેમીઓ ચાંદનો ટુકડો ખરીદી આપવામાં પાછા પડતા નથી. પાકિસ્તાનના રાવલપિંડીમાં રહેતા સોહેબ અહમદ નામના માણસે બૉલીવુડના સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂતથી પ્રેરાઈને તેની પત્નીને લગ્નની ભેટ તરીકે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે. ચંદ્ર પરના સી ઑફ વેપર નામના સ્થળ પર ૩૩૦૯.૫૭ રૂપિયામાં ઇન્ટરનૅશનલ લ્યુનાર લૅન્ડ્સ રજિસ્ટ્રી પાસેથી જમીનની ખરીદી કરી છે.
સુશાંત સિંહ રાજપૂતે ૨૦૧૮માં મેરે મસ્કોવિએન્સ અથવા ‘મસ્કવીનો સી’ કહેવાતા ક્ષેત્રમાં એક એકર જમીન ખરીદી હતી. ટૉમ ક્રુઝ અને શાહરુખ ખાન સહિત અન્ય ઘણી સેલિબ્રિટીએ ચંદ્ર પર જમીન ખરીદી છે.
સોહેબ અહમદની પત્નીએ જ્યારે પતિની આ અનોખી ગિફ્ટ વિશે તેની સહેલીઓને વાત કરી ત્યારે પહેલાં તો કોઈ સાચી માનવા તૈયાર નહોતું. જ્યારે તેણે જમીનની ખરીદીના દસ્તાવેજ બતાવ્યા ત્યારે લોકો માન્યા. જોકે હવે તેની સહેલીઓના ઘરે રમખાણ મચ્યું છે. પોતાની સહેલીનું જોઈને તેની બીજી એક ફ્રેન્ડે પણ પોતાના ફિયાન્સ પાસે લગ્નની ભેટ તરીકે ચાંદ પર જમીનનો ટુકડો માગ્યો છે. ચાંદ પર જમીન ખરીદવી મોંઘી નથી, પરંતુ એની દસ્તાવેજની પ્રક્રિયા બહુ અટપટી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK