પાકિસ્તાન કુલભૂષણ જાધવને કાૅન્સ્યુલર ઍક્સેસ આપશે

Published: Sep 02, 2019, 07:37 IST

કિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે ૪૯ વર્ષના કુલભૂષણ જાધવને કોન્સ્યુલર રિલેશન્સ પરની વિયેટનામ સંધી, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના આદેશ અને પાકિસ્તાનના કાયદાને અનુલક્ષીને કોન્સ્યુલર એક્સેસ પૂરું પાડવામાં આવશે.

પાકિસ્તાને ગઈ કાલે જણાવ્યું હતું કે તે કુલભૂષણ જાધવને આજે કોન્સ્યુલર એક્સેસ આપશે. પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા મોહમ્મદ ફૈઝલે જણાવ્યું હતું કે ૪૯ વર્ષના કુલભૂષણ જાધવને કોન્સ્યુલર રિલેશન્સ પરની વિયેટનામ સંધી, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના આદેશ અને પાકિસ્તાનના કાયદાને અનુલક્ષીને કોન્સ્યુલર એક્સેસ પૂરું પાડવામાં આવશે. નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણને પાકિસ્તાને જાસૂસીના આરોપ પર ફાંસીની સજા કરી હતી. જોકે ભારત જાધવનું નિવૃત્તિ પછી ઇરાનમાં તે પોતાના કામસર ગયા હતા તે વખતે અપહરણ‌ કરાયું તેમ જ તેમના પર ખોટા આરોપ મૂકવામાં આવ્યા હોવાની વાતને વળગી રહ્યું હતું. ભારત સતત જાધવને કોનન્સ્યુલર એક્સેસ મળે તે માટેના પ્રયાસો કરી રહ્યાં હતું તેના દિવસો પછી પાકસ્તાન જાધવને કોન્સ્યુલર એક્સેસ આપવા તૈયાર થયું હતું.
અમે ડિપ્લોમેટિક ચેનલ્સ ના માધ્યમથી સતત પાકિસ્તાનના સંપર્કમાં છીએ આઈસીજે સમક્ષ અમે જાધવને કોન્સ્યુલર એક્સેસ મેળવી આપવા રજૂઆત કરી હતી, હવે પાકિસ્તાન તેનો કેવો પ્રતિસાદ આપે છે તે જોવાનું રહે છે એમ વિદેશ ખાતાના પ્રવક્તા રવીશ કુમારે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું.

આ પણ વાંચો: પાકિસ્તાની નેતાએ ગાયું,'સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા', જુઓ વીડિયો

એપ્રિલ, ૨૦૧૭માં પાકિસ્તાનની લશ્કરી કોર્ટે ભારતીય નૌકાદળના ભૂતપૂર્વ અધિકારી કુલભૂષણ જાધવને જાસૂસી અને આતંકવાદના આક્ષેપ હેઠળ ફાંસીની સજા કરી હતી, જેનો ભારતે વિરોધ કર્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK