Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી

પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી

20 August, 2012 05:36 AM IST |

પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી

પાકિસ્તાનની ચોરી પર સીનાજોરી


pak-outકેન્દ્રીય ગૃહસચિવ આર. કે. સિંહે શનિવારે જાણકારી આપી હતી કે આસામમાં મુસ્લિમો પર થયેલા હુમલાને કારણે આખા દેશમાં વસતા ઉત્તર-પૂર્વના લોકો પર હુમલા કરવામાં આવશે એવી અફવાઓએ આખા દેશમાં પૂર્વોત્તરના લોકોમાં ડરની લાગણી ફેલાવી દીધી હતી એનું ષડ્યંત્ર પાકિસ્તાનમાં રચવામાં આવ્યું હતું.  

જોકે પાકિસ્તાન સરકારે ભારતના આ આરોપને ફગાવી દીધા છે અને આ મામલે પગલાં લેવાની ખાતરી આપવાને બદલે ભારત પાસે આ આરોપના પુરાવા માગ્યા છે. કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદે પાકિસ્તાનના ગૃહપ્રધાન રહેમાન મલિક સાથે આની ચર્ચા કરી હતી, પણ રહેમાન મલિકે આ મામલામાં સહયોગ આપવાની ખાતરી આપવાને બદલે ભારત પાસે આ મામલાનો પુરાવો માગ્યો હતો અને સામો આક્ષેપ કર્યો હતો કે ‘ભારતે આ આક્ષેપ ઘડી કાઢ્યા છે. તેણે અત્યારે આવા આરોપ કરવામાં સમય બગાડવાને બદલે દેશની આંતરિક પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

20 August, 2012 05:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK