પાક. વડાપ્રધાન પહોંચ્યા દુબઈ, IMF પાસે કરશે રાહત પેકેજની માંગ

ઇસ્લામાબાદ | Feb 10, 2019, 17:42 IST

પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વર્લ્ડ ગવર્મેન્ટની સાતમી સમિટમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે.

પાક. વડાપ્રધાન પહોંચ્યા દુબઈ, IMF પાસે કરશે રાહત પેકેજની માંગ
ઇમરાન ખાન (ફાઇલ)


પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાન વર્લ્ડ ગવર્મેન્ટની સાતમી સમિટમાં ભાગ લેવા માટે સંયુક્ત આરબ અમીરાતની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા છે. અહીંયા રાહત (બેલઆઉટ) પેકેજની શરતો પર ચર્ચા કરવા માટે રવિવારે તેઓ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટીન લગાર્ડને મળ્યા. પાકિસ્તાનના ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર ફવાદ ચૌધરીએ ડૉન અખબારને ખાનની લગાર્ડ સાથેની મુલાકાત વિશે માહિતી આપી.

અખબારનાં રિપોર્ટમાં એક વરિષ્ઠ અધિકારીનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, સતત વાતચીત પછી ગત ઘણા અઠવાડિયાઓમાં આઇએમએફ અને પાકિસ્તાનનું વલણ સંકુચિત થયું છે. IMFએ પાકિસ્તાનની અર્થવ્યસ્થાને યોગ્ય રસ્તા પર લાવવા માટે કેટલાક સુધારાત્મક પગલા ઉઠાવવાની શરતો મુકી છે. તેઓ ઇચ્છે છે કે પાકિસ્તાન આગામી 3-4 વર્ષમાં આશરે 1600-2000 અબજ રૂપિયાનું સમાયોજન કરે. વાતચીતમાં પાકિસ્તાનનાં ખર્ચ મુદ્દે વાત અટકી રહી છે.

આ પણ વાંચો: અબુધાબીમાં ઐતિહાસિક નિર્ણય પછી કોર્ટની ત્રીજી અધિકૃત ભાષા બની હિંદી

ગત દિવસોમાં સરકારે હજ સબસીડી ખતમ કરવાનો નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાન સરકારને 450 કરોડ રૂપિયાની બચત થશે. પાકિસ્તાનનાં ધાર્મિક અને આંતરિક સોહાર્દ મુદ્દાના મંત્રી નુરુલ હક કાદરીએ આ માહિતી આપી. હજ સબસીડી ખતમ કરવાનો નિર્ણય હાલમાં જ ઇસ્લામાબાદમાં પાકિસ્તાનનાં વડાપ્રધાન ઇમરાન ખાનની અધ્યક્ષતાવાળી સંઘીય મંત્રીમંડળની બેઠકમાં કરવામાં આવ્યો હતો. જેના કારણે હાલ તે વિવાદ ચાલી રહ્યો છે કે શું ઇસ્લામ સબસીડીયુક્ત હજની પરવાનગી આપે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK