બે ડઝનથી વધુ આતંકીઓ એસએસજી કમાન્ડોની સાથે બેટ એક્શનની ફિરાકમાં
પ્રતિકાત્મક તસવીર
પાકિસ્તાની સેના જમ્મુ-કાશ્મીરમાં અફઘાન અને પશ્તૂન આતંકવાદીઓ દ્વારા મોટો હુમલો કરાવવાની ફિરાકમાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે અફઘાની અને પશ્તૂન આતંકવાદીઓ પીઓકેની લીપા વૈલીમાં છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર અત્યારે ૨ ડઝનથી વધારે આતંકવાદીઓ એસએસજી કમાન્ડોની સાથે બેટ એક્શનની ફિરાકમાં છે.
કહેવામાં આવી રહ્યું છે કે અલગ અલગ લૉન્ચ પૈડ પર આતંકવાદીઓ હાજર છે. જે લીપા વૈલીમાં આ આતંકવાદીઓ છુપાયા છે તેઓ તંગધાર અને ઉરીની બીજી તરફ પીઓકેમાં છે. તો પાકિસ્તાની સેના ઉરી, ગુરેજ, કેરન, કેજી નૌશેરા સેક્ટરનાં વિસ્તારોથી ઘુસણખોરી કરાવવાનાં પ્રયત્નોમાં લાગી છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટાવવામાં આવ્યા બાદથી પાકિસ્તાન સંપૂર્ણ રીતે પોતાનું સંતુલન ગુમાવી ચુક્યુ છે.
આવામાં પહેલાથી જ એ અનુમાન લગાવવામાં આવી રહ્યા છે કે માહોલ બગાડવા માટે પાકિસ્તાની આતંકવાદી સંગઠનો કોઈક મોટા આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે. ભારતીય સેના આને લઇને પહેલાથી જ એલર્ટ પર છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવા માટે પાકિસ્તાન સીમા ફાયરિંગ કરી રહ્યું છે, જેનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેનાની જવાબી કાર્યવાહીમાં ઘણા પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે.’