પાકિસ્તાને સ્વીકાર્યો નહીં કસબને ફાંસી આપ્યાની જાણ કરતો લેટર

Published: 22nd November, 2012 05:39 IST

કસબને ફાંસી અપાયા બાદ આ વિશે જાણ કરતો લેટર પાકિસ્તાન સરકારે સ્વીકાર્યો નહોતો. બાદમાં ફેક્સ દ્વારા પાકિસ્તાન સરકારને જાણકારી આપી દેવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહપ્રધાન સુશીલકુમાર શિંદેએ ગઈ કાલે કહ્યું હતું કે ભારતના વિદેશ મંત્રાલયે કસબની ફાંસી વિશે પાકિસ્તાન સરકારને જાણ કરવાનું ઇસ્લામાબાદના ભારતીય હાઈ કમિશનને કહ્યું હતું. ફેક્સ દ્વારા સત્તાવાર જાણકારી મળ્યાં બાદ પાકિસ્તાન સરકારે એક નિવેદન બહાર પાડીને કસબને ફાંસી આપવામાં આવી હોવાની જાણ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. આ પહેલાં કસબની છેલ્લી ઇચ્છા મુજબ તેની માતાને પણ કુરિયર દ્વારા પત્ર મોકલીને જાણ કરી દેવામાં આવી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK