નવાઝ શરીફ, તેમની પુત્રી-જમાઈને વિદેશ જવા પર પ્રતિબંધ યથાવત્

Published: Feb 10, 2019, 17:12 IST | ઈસ્લામાબાદ

અરજીમાં ત્રણેયે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રતિબંધ તેમના પર લાગુ નથી થતો કારણ કે 2010ના કાયદા પ્રમાણે તેઓ ભ્રષ્ટાચાર, અધિકારોનો દુરુપયોગ, આતંકવાદ કે અન્ય કોઈ ષડયંત્રમાં સામેલ નથી. એટલે તેમના નામ ECLમાંથી હટાવવા જોઈએ.

નવાઝ શરીફને ઝટકો
નવાઝ શરીફને ઝટકો

પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈ પરથી વિદેશ નહીં જવાનો પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે. નવાઝ શરીફ અને તેમના પુત્રી-જમાઈનું નામ પાકિસ્તાનની ECL યાદીમાં છે. ECL એવું લિસ્ટ છે, જેમાં દેશના જે નાગરિકોને વિદેશ જવા પર પ્રતિબંધ હોય તેમના નામ સામેલ કરવામાં આવે છે. ગત વર્ષે ઓક્ટોબરમાં શરીફ, તેમના પુત્રી મરિયમ અને જમાઈ મુહમ્મદ સફદરે ગૃહ મંત્રાલયને અરજી કરીને તેમના નામ ECLમાંથી હટાવવા કહ્યું હતું.

આ અરજીમાં ત્રણેયે કહ્યું હતું કે પાકિસ્તાનનો આ પ્રતિબંધ તેમના પર લાગુ નથી થતો કારણ કે 2010ના કાયદા પ્રમાણે તેઓ ભ્રષ્ટાચાર, અધિકારોનો દુરુપયોગ, આતંકવાદ કે અન્ય કોઈ ષડયંત્રમાં સામેલ નથી. એટલે તેમના નામ ECLમાંથી હટાવવા જોઈએ.

આ પણ વાંચોઃ કરતારપુર કોરિડોર માટે પાકિસ્તાને મૂક્યો નિયમ અને શરતોનો પ્રસ્તાવ

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાયલે મરિયમ અને સેવા નિવૃત્ત કેપ્ટન સફદરની અરજી ફગાવી દીધી છે. પીએમ ઈમરાન ખાનની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ગત વર્ષે 20 ઓગસ્ટે શરીફ પરિવારના નામને ECLમાં મૂકવા નિર્ણય લેવાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK