પાક.ના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને થઈ શકે છે ફાંસી,દેશદ્રોહ મામલે નિર્ણય

Published: Nov 19, 2019, 16:58 IST | Mumbai Desk

મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિકત સંવિધાનિક આપાતકાલ લાગૂ પાડવાનો આરોપ છે.

PTI : પાકિસ્તાનના એક વિશેષ ન્યાયાલયને મંગળવારે પૂર્વ સૈનિક તાનાશાહ જનરલ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ ચાલતાં રાજદ્રોહના મામલે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. ન્યાયાલય આગામી 28 નવેમ્બરને આ મામલે પોતાનો નિર્ણય સંભળાવશે. પાકિસ્તાનની પીએમએલ-એન સરકારે 76 વર્ષીય પૂર્વ સેના પ્રમુખ વિરુદ્ધ વર્ષ 2013માં આ મામલો નોંધાવ્યો છે. મુશર્રફ પર નવેમ્બર 2007માં અતિરિકત સંવિધાનિક આપાતકાલ લાગૂ પાડવાનો આરોપ છે.

જસ્ટિસ વકાર અહમદ સેઠની અધ્યક્ષતાવાળી ત્રિસભ્યની ટ્રિબ્યૂનલે આ મામલામાં સુનવણી કરી. ન્યાયાલયે નિર્ણય સુરક્ષિત રાખવા દરમિયાન મુશર્રફના વકીલને 26 નવેમ્બર સુદી અંતિમ દલીલો પજૂ કરવાનો નિર્દેશ આપ્યો. પાકિસ્તાની અખબાર ડૉને પોતાની રિપોર્ટમાં કહ્યું કે જો મુશર્રફને આ મામલે દોષી કરાર કરી દેવામાં આવે છે તો ફાંસીની સજા થઈ શકે છે. પાકિસ્તાનના ઇતિહાસમાં મુશર્રફ પહેલા સેના પ્રમુખ છે જેના પર 31 માર્ચ 2014ના દેશદ્રોહના મામલે આરોપ નક્કી કરવામાં આવ્યા હતા.

જો કે, મુશર્રફ ઉક્ત બધાં જ આરોપોને રાજનીતિથી પ્રેરિત કહેવામાં આવી ચૂક્યા છે. જણાવીએ કે વર્ષ 2016માં મુશર્રફ મેડિકલ ટ્રીટમેન્ટનું બહાનું આપતાં માર્ચ 2016માં પાકિસ્તાન છોડી દીધું હતું. જો કે તેણે પાછા આવવાની વાત પણ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા તેનું નામ એગ્ઝિટ કંટ્રોલ લિસ્ટમાંથી હટાવ્યા બાદ તે વિદેશ જવામાં સફળ થઈ ગયા હતા. જો કે તેના કેટલાક મહિના પછી જ પાકિસ્તાનની વિશેષ ન્યાયાલયે તેને ભાગેડુ જાહેર કરી દીધા હતા.

આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો

પછીથી મુશર્રફે સુરક્ષાના કારણોની વાત કહેતા સ્વદેશ પાછા ફરવાની ના પાડી દીધી. ન્યાયાલયે પછી તેમની સંપત્તિ તાબે કરવાનો આદેશ પણ આપ્યો હતો. તેમના વકીલે કોર્ટને જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ સુરક્ષા કારણોને કારણે પાકિસ્તાન આવીને કોર્ટમાં હાજર નથી થઈ શકતા. વકીલ તરફથી એ પણ કહેવામાં આવ્યું કે મુશર્રફનું સ્વાસ્થ્ય ખરાબ રહે છે આ કારણે ડૉક્ટર્સે તેમને દુબઇથી બહાર જવાની ના પાડી દીધી છે. જણાવીએ કે વર્ષ 1999માં જનરલ મુશર્રફે વડાપ્રધાન નવાઝ શરીફની સરકારને જબરજસ્તી સત્તામાંથી કાઢી નાખવામાં આવ્યા. તેમણે પાકિસ્તાન પર વર્ષ 2008 સુધી શાસન કર્યું જ્યાં સુધી તેમને પદ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK