પાકિસ્તાન મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારીમાં

Published: 6th July, 2019 08:49 IST | નવી દિલ્હી

આઇએસઆઇના જ એક જાસૂસે કરેલો રહસ્યસ્ફોટ

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ ફરી એક વાર ભારતમાં ૨૬-૧૧ જેવો મોટો આતંકવાદી હુમલો કરવાની તૈયારી કરી રહી હોવાની જાણકારી આઇએસઆઇના જ એક જાસૂસે આપી હતી. શ્રીલંકામાં વસતા એક પાકિસ્તાની રાજનેતાએ રોકેલા સાકિર હુસૈન નામના આ જાસૂસને એનઆઇએએ ઝડપી લીધો હતો. તેની આકરી પૂછપરછ દરમ્યાન આ વાત જાણવા મળી હતી.

તેણે કહ્યું હતું કે આઇએસઆઇ નવેસરથી આતંકવાદીઓની ભરતી કરી રહી છે અને ભારતમાં ૨૬-૧૧ જેવો એક મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના ઘડાઈ રહી હતી.

શ્રીલંકામાં વસતા પાકિસ્તાની રાજનેતા આમિર ઝુબેર સિદ્દીકી આ યોજનાને આખરી સ્વરૂપ આપી રહ્યા હોવાનો દાવો પણ સાકિરે કર્યો હતો.

આ પણ વાંચો : જાણો નાણા પ્રધાન નિર્મલા સીતારમનના મતે ભારત કેટલું ડિજિટલ થયું

સાકિરે કહ્યું કે મને ઝુબેરે વાતવાતમાં એમ કહ્યું હતું કે હું ટીવી ખોલું ત્યારે ભારતમાં ઠેર-ઠેર બૉમ્બ વિસ્ફોટ થયા હોય એવા સમાચાર જોવા થનગની રહ્યો છું. તને જોઈતી તમામ સામગ્રી હું મેળવી આપું. તું આ કામની જવાબદારી સંભાળી લે. તેણે મને એમ પણ કહ્યું હતું કે ભારતની જાસૂસી સંસ્થા રૉની શ્રીલંકામાંની કચેરીઓ પર પણ આવા હુમલા કરવા છે. એ માટે પણ તારી મદદની જરૂર છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK