મુંબઈ અને ઉપનગરોની સેસ્ડ અને નૉન-સેસ્ડ બન્ને ઇમારતોને મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી હેઠળ આવરીને ઉપનગરોની હજારો જર્જરિત ઇમારતોના ભાડૂતોનું પુનર્વસન કરવામાં આવે એવી વિનંતી કરતું આવેદનપત્ર મુંબઈનાં શિવસેનાનાં ભૂતપૂર્વ મેયર ડૉ. શોભા રાઉળ અને પાઘડી ભાડૂઆત મંડળ દ્વારા મહારાષ્ટ્રના હાઉસિંગ મિનિસ્ટર જિતેન્દ્ર આવ્હાડને તાજેતરમાં આપવામાં આવ્યું હતું. જિતેન્દ્ર આવ્હાડે આ બાબતમાં મહારાષ્ટ્ર સરકાર ઘટતું કરશે એવું આશ્વાસન આપ્યું હતું. જિતેન્દ્ર આવ્હાડે કહ્યું હતું કે તેઓ હવે પછી આ બાબતની મીટિંગ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર અને અર્બન ડેવલપમેન્ટ મિનિસ્ટર એકનાથ શિંદે સાથે યોજીને યોગ્ય નિર્ણય લેશે.
પાઘડી ભાડૂઆત મંડળની હાજરીમાં ચર્ચાવિચારણા કરતાં મંગળવારે મંત્રાલયમાં ડૉ. શોભા રાઉળે જિતેન્દ્ર આવ્હાડને કહ્યું હતું કે ‘થોડા મહિના પહેલાં મહારાષ્ટ્ર સરકારે જીઆરના માધ્યમથી મુંબઈનાં સેસ્ડ મકાનોના પુન: વિકાસને આડે જે પણ વિધ્નો આવતા હતા એને દૂર કરીને એક સુંદર નિર્ણય લીધો હતો. આ જ નિર્ણય મહારાષ્ટ્રની બધી જ જર્જરિત ઇમારતોને પણ લાગુ કરવામાં આવવો જોઈએ. આ ઇમારતોને અત્યંત જોખમી જાહેર કરવાથી અહીંના પંદરથી વીસ લાખ પરિવારોના માથે બેઘર થવાની તલવાર લટકી રહી છે. આ રહેવાસીઓને મહાનગરપાલિકા દ્વારા અત્યંત જોખમી ઇમારતો કહીને ખાલી કરાવવામાં આવે છે. આ ઇમારતોના માલિકોને અને ડેવલપરોને તો આવું જ જોઈએ છે.’
14,000 - મહારાષ્ટ્ર સરકારે મ્હાડા ઍક્ટ ૧૯૭૬માં સુધારો કરીને મહારાષ્ટ્રની આટલી સેસ્ડ ઇમારતોને રીડેવલપ કરવાની મ્હાડાને સત્તા આપી છે.
મુંબઇમાં આજે નહીં લાગે Corona Vaccine, જાણો વધુ
7th March, 2021 13:45 ISTVideo: 100મા જન્મદિવસે મુંબઇના આ 'દાદી'ને પહેલા વેક્સીન અને પછી આ...
7th March, 2021 12:10 ISTWomen’s Day: સફળ કારકિર્દી અને શોખમાંથી શોખની પસંદગી કરી છે ધર્મિષ્ઠા પટેલે
7th March, 2021 12:07 ISTમાનવભક્ષી વાઘણના બચ્ચાને પેન્ચના જંગલમાં છોડી મુકાયું
7th March, 2021 09:27 IST