Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ચિદમ્બરમ નથી ક્રિમિનલ

ચિદમ્બરમ નથી ક્રિમિનલ

25 August, 2012 09:52 AM IST |

ચિદમ્બરમ નથી ક્રિમિનલ

ચિદમ્બરમ નથી ક્રિમિનલ


 

નાણાપ્રધાન પી. ચિદમ્બરમને મોટી રાહત આપતાં ગઈ કાલે સુપ્રીમ ર્કોટે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં તેમને સહ-આરોપી બનાવવાની માગણી ફગાવી દીધી છે. ર્કોટનો આ ચુકાદો ભ્રષ્ટાચારના આક્ષેપોથી ઘેરાયેલી કૉન્ગ્રેસ માટે પણ ગુડ ન્યુઝ છે. જનતા પાર્ટીના વડા સુબ્રમણ્યમ સ્વામીએ ભૂતપૂર્વ ટેલિકૉમપ્રધાન એ. રાજા સાથે ચિદમ્બરમને પણ 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં આરોપી બનાવવાની માગણી કરી હતી.



 


પ્રાથમિક તબક્કે ચિદમ્બરમે 2G સ્પેક્ટ્રમ કૌભાંડમાં કોઈ નાણાકીય લાભ મેળવ્યો હોય કે તેમણે પદનો દુરુપયોગ કરીને કોઈ નિર્ણય લીધો હોય એવા કોઈ પુરાવા નથી મળ્યા એમ જણાવતાં ર્કોટે સ્વામીની અરજી નકારી કાઢી હતી. આ સાથે ર્કોટે એમ પણ કહ્યું હતું કે ૨ઞ્ સ્પેક્ટ્રમની ફાળવણીમાં ગેરવ્યવસ્થાને ગુનાઇત કાવતરું ગણી શકાય નહીં. આ કેસમાં ચિદમ્બરમને આ બીજી વખત રાહત મળી છે. અગાઉ સ્પેશ્યલ સીબીઆઇ જજ ઓ. પી. સૈનીએ પણ ચિદમ્બરમ કોઈ ક્રિમિનલ કાવતરામાં સંડોવાયા હોવાનો ઇનકાર કરતાં તેમને ક્લીન ચિટ આપી હતી.

જોકે સુબ્રમણ્યમ સ્વામીએ સુપ્રીમ ર્કોટના ચુકાદા સામે રિવ્યુ પિટિશન દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું હતું કે મેં ક્રિમિનલ કાવતરાની નહીં પણ દેશને થયેલા નુકસાનની વાત કરી હતી. એટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો હતો કે સુપ્રીમ ર્કોટે તેમને પોતાની દલીલો પૂરી કરવાનો સમય જ નહોતો આપ્યો. કૉન્ગ્રેસે આ ચુકાદાને આવકાર્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

25 August, 2012 09:52 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK