ગ્વાલિયરમાં રહેતા સલમાનના ઘરે ગયા વર્ષના ડિસેમ્બરની ૨૬ તારીખે પુત્રીનો જન્મ થયો, જેની ખુશી મનાવવા તેણે ચોથી જાન્યુઆરીના સોમવારે શહેરમાં ચાલતાં તેનાં ત્રણેય સૅલોંમાં ગ્રાહકોને મફતમાં હેરકટ કરી આપ્યા.
તેનું કહેવું છે કે આમ કરીને તે લોકોમાં સંદેશ ફેલાવવા માગે છે કે પુત્રીનો જન્મ અગણિત ખુશી લાવે છે. આથી લોકોએ દુખી થવાના બદલે પુત્રીના જન્મને તહેવારની જેમ મનાવવો જોઈએ.
લોકોને જાણ કરવા તેણે પોતાના સૅલોંની બહાર લોકોને પુત્રીના જન્મની ખુશીમાં મફત હેરકટ કરવાની જાહેરાત કરતાં પોસ્ટર્સ પણ લગાવ્યાં હતાં.
સામાન્ય રીતે લોકો દીકરીનો જન્મ થતાં દુખી થતા હોય છે પણ લોકોના મનમાંથી દીકરા-દીકરીનો ભેદ દૂર કરવા તેણે પોતાનાં ત્રણે સૅલોંમાં મફતમાં હેરકટ કરવાની જાહેરાત કરી હતી. તેની જાહેરાતનો ફાયદો લગભગ ૭૦-૮૦ લોકોએ ઉઠાવ્યો હતો, જેની કિંમત અંદાજે ૩૦૦૦થી ૩૫૦૦ રૂપિયા જેટલી હતી. સલમાનના ગ્રાહકોએ પુત્રીના જન્મની ખુશી મનાવવાની તેની રીતની સરાહના કરી હતી.
નિયોન લાઇટ્સથી આ ક્લાસિક ટૅટૂ ઝળહળી ઊઠે છે
15th January, 2021 09:49 ISTતમારો પાળેલો ડૉગી ખુશ છે, કે ગુસ્સામાં, એ ગળામાં પહેરેલો પટ્ટો કહેશે
15th January, 2021 09:43 ISTજાણો છો સોપારી જેવડું નારિયેળ પણ હોય?
15th January, 2021 09:31 ISTપોતે જીવિત છે એ કોર્ટ સામે પુરવાર કરવા આ બહેન ત્રણ વર્ષથી લડે છે
15th January, 2021 09:29 IST