પોલીસે જણાવ્યું હતું કે આ ફ્લૅટ પંદર દિવસ પહેલાં જ ભાડા પર લેવામાં આવ્યો હતો અને આરોપીઓ ક્લાયન્ટના ટચમાં ફોન પર હતા. ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રતાપ દિઘાવકરે કહ્યું હતું કે ‘ફ્લૅટમાંથી પોલીસે લૅપટૉપ, ૩૦ મોબાઇલ ફોન, ૧૨ મોબાઇલ ચાર્જર અને ૧૧ કૅલ્ક્યુલેટર એમ કુલ મળીને પંચાવન હજાર રૂપિયાની માલમતા જપ્ત કરી હતી. જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં ૪૨ વર્ષનો ઝુબેર હસન અન્સારી ગ્રુપનો લીડર છે; જ્યારે ૪૫ વર્ષના મોહમ્મદ સઈદ ભોગવાલા, ૫૩ વર્ષના એલગોયન પિલ્લે, ૫૭ વર્ષના ભરત ઠક્કર, બાવન વર્ષના ક્રિષ્ના શિરધનકર, ૪૮ વર્ષના પ્રભાકર ઉત્તેકર, ૫૦ વર્ષના ભાલચંદ્ર ગાવડે, ૩૫ વર્ષના જાવેદ અન્સારી, ૨૫ વર્ષના યાકૂબ અન્સારી અને ૫૭ વર્ષના ગણપત જાધવની ધરપકડ કરવામાં આવી હતી.’