સ્વચ્છતા અભિયાન આ સોસાયટીનાં બાળકો છેલ્લાં પાંચ વર્ષથી ચલાવે છે

Published: 5th December, 2014 04:34 IST

કાંદિવલીના મહાવીરનગરમાં આવેલી વીણાસિતાર સોસાયટીમાં આ સિવાયનાં પણ અનેક આયોજનો થાય છે, તહેવારો ઊજવાય છે, સોસાયટીના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને ક્રિકેટ-ટુર્નામેન્ટ યોજાય છે


સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ

કાંદિવલીના મહાવીરનગર વિસ્તારમાં HDFC બૅન્કની બાજુમાં મરુન અને ક્રિમિશ કલરનાં આઠ માળનાં પાંચ બિલ્ડિંગો છે. સોસાયટીનું નામ છે વીણાસિતાર. આ સોસાયટીની આ પાંચ વિંગ્સમાં કુલ ૧૭૨ ફ્લૅટ છે. પરંતુ આ ૧૭૨ ફ્લૅટના લોકો જાણે એક જ પરિવારના સભ્યો હોય એટલા સુમેળથી રહે છે. દરેક ફેસ્ટિવલની ઉજવણી આ સોસાયટીમાં થાય છે. સોસાયટીનાં બાળકો બહાર ન જાય એટલે તેમનું પૂરેપૂરું ઇન્વૉલ્વમેન્ટ સોસાયટીના દરેક કામકાજમાં હોય એની કૅર સોસાયટીના સભ્યો કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીની જેમ જાણે એકબીજાનાં સગાં હોય એમ સોસાયટીના તમામ સભ્યો પ્રેમ અને સુમેળથી રહી રહ્યા છે.

કેવાં-કેવાં આયોજનો?


૧૩ વર્ષ જૂની વીણાસિતાર સોસાયટીને તમે કલા અને સાહિત્યપ્રેમી સોસાયટી પણ કહી શકો. ગયા મહિને આ સોસાયટીનાં બાળકોએ નરસિંહ મહેતા પર એક નૃત્યનાટિકા ભજવી હતી. સોસાયટીમાં જ રહેતા એક ડાન્સ ટીચરે બાળકોને આખો પ્લે શીખવ્યો હતો. ગયા વર્ષે ઉત્તરાખંડમાં આવેલી કુદરતી આફત વખતે ફન્ડ ઊભું કરવા માટે સોસાયટીનાં બાળકોએ કલ્ચરલ પ્રોગ્રામ આપ્યો હતો. ડાન્સ શીખવવાનું કામ પણ સોસાયટીની મેમ્બર અને ભરતનાટuમ્માં એક્સપર્ટ નિકિતા મહેતા કરે છે. એ ઉપરાંત પણ સોસાયટીના ઘણા મેમ્બર છે જે સોસાયટીના અને સોસાયટીમાં રહેતા ડેવલપમેન્ટ માટે પ્રયાસો કરતા રહે છે. દર વર્ષે નવરાત્રિ, ગણેશોત્સવ, મકર સંક્રાંતિ, ક્રિસમસ, સ્વાતંત્ર્ય દિવસ, પ્રજાસત્તાક દિન, જન્માષ્ટમી જેવા મોટા ભાગના તહેવારોની ઉજવણી ધામધૂમથી થાય છે. ગણપતિમાં બાળકોના ગ્રુપ ડાન્સ અને નાટકોના પ્રોગ્રામ થાય છે. દર વર્ષે સોસાયટીનાં બાળકોને પ્રોત્સાહન આપવા માટે પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ યોજાય છે. સ્કૂલ અને કૉલેજમાં ઍકૅડેમિક અને કલ્ચરલ પ્રોગ્રામમાં નંબર મેળવનારાં બાળકોનું સોસાયટી વતી પણ સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત સોસાયટીના સભ્યો વચ્ચે વીણાસિતાર પ્રિમિયર લીગ (VSPL) ક્રિકેટ-ટુર્નામેન્ટનું છેલ્લાં પાંચ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં સિનિયર સિટિઝનની ટીમ પણ હોય, બાળકોની ટીમ પણ હોય અને લેડીઝની પણ અલાયદી ટીમ હોય છે. આ ઉપરાંત છેલ્લાં પાંચ વર્ષથી સોસાયટીનાં બાળકો સોસાયટી અને એની આસપાસની ગંદકી સાફ કરવાનું કામ દર રવિવારે કરે છે.અમારું બીજું ઘર

દરેક પ્રોગ્રામને રંગીન અને લાઇવ બનાવવા માટે સોસાયટીએ પોતાની માઇક સિસ્ટમ અને DJ સિસ્ટમ વસાવી લીધી છે. સોસાયટીમાં A વિન્ગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ઠાકોરજીની હવેલી છે. આખા વિસ્તારમાં આ એક જ હવેલી હોવાથી બહારના લોકોની અવરજવર પણ સોસાયટીમાં પુષ્કળ હોય છે. સોસાયટીના કામમાં આગળ પડતા નૈલેશ શાહ કહે છે, ‘સોસાયટીના બધા જ લોકો ભરપૂર સપોર્ટ કરે છે. દરેક પ્રોગ્રામમાં સોસાયટીના લોકોનો ઉત્સાહ કાબિલેદાદ હોય છે. દરેક માટે જાણે પોતાના ઘરનો પ્રસંગ હોય એટલો ઉત્સાહ હોય છે. સોસાયટીની સૌથી મોટી ખૂબી એ છે કે અહીં રહેનારા મોટા ભાગના લોકો ૨૫થી ૪૫ વર્ષની એજના છે. એટલે અમારી સોસાયટીમાં યંગિસ્તાનની એ ઝલક જોવા મળશે તમને. અમારા માટે આ સોસાયટી અમારું બીજું ઘર છે. સોસાયટીના મૅનેજમેન્ટમાં પણ અમે ભરપૂર ચોકસાઈ રાખીએ છીએ. દર ૧૫ દિવસે બ્લીચિંગ પાઉડરથી આખી સોસાયટીને સાફ કરવામાં આવે છે. સોસાયટીનું સેન્ટ્રલાઇઝ પેસ્ટકન્ટ્રોલ કરવાનો બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ છે. બે વર્ષ પહેલાં સોસાયટીના ઘણા લીગલ પ્રૉબ્લેમ હતા. જોકે સંપથી સાથે મળીને અમે એને દૂર કરી દીધા છે. મેઇન્ટેનન્સ ઓછું થયું છે. સોસાયટીમાં થતા પ્રોગ્રામના ખર્ચને પહોંચી વળવા માટે અમે કલ્ચરલ ફન્ડ રાખ્યું છે જેમાં દર મહિને ફ્લૅટદીઠ ૧૦૦ રૂપિયા ઉઘરાવવામાં આવે છે. એ સિવાય થતા ખર્ચ માટે બહારથી સ્પૉન્સર મળી રહે છે. વર્ષે પાંચથી સાત વખત સોસાયટીના સભ્ય માટે જમણવાર થાય છે જેમાં લગભગ ૪૫૦થી ૫૦૦ જેટલી વસ્તી હોય છે.’

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK