નદીમાં છોડાયેલા દૂષિત રસાયણથી ઉલ્હાસનગરમાં ૫૦૦ લોકોની તબિયત બગડી

Published: 30th November, 2014 05:33 IST

શનિવારની પરોઢ પહેલાં લગભગ અઢી વાગ્યે થાણે જિલ્લાના ઉલ્હાસનગર ખાતે વાલધુની પાસે ઉલ્હાસ નદીમાં પાંચેક વાહનો દૂષિત રસાયણ નાખીને નીકળી ગયા પછી આસપાસના અનેક વિસ્તારોના પાંચસો જેટલા રહેવાસીઓ ઝાડા-ઊલટી, પેટમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા વગેરે વ્યાધિઓથી હેરાન થયા હતા.



દૂષિત રસાયણો નદીમાં ઠાલવનારાં વાહનો વિશે માહિતી મેળવવાના ‘મિડ ડે’ના પ્રયાસોમાં તેમની નંબર-પ્લેટ્સને આધારે ચાર વાહનો રાયગડનાં અને એક વાહન નવી મુંબઈનું હોવાનું જણાયું છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK