ભારત-ચીન બૉર્ડર પર ઊડતી રકાબી જેવી ચીજો આકાશમાં દેખાતાં ચિંતા

Published: 7th November, 2012 06:07 IST

ત્રણ મહિનામાં જમ્મુ-કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ સુધી ૧૦૦થી વધારે યુએફઓ નોંધાઈભારત-ચીન સરહદે છેલ્લા ત્રણ મહિનામાં ૧૦૦થી વધારે અનઆઇન્ડેન્ટિફાઇડ ફ્લાઇંગ ઑબ્જેક્ટ્સ (યુએફઓ) દેખાતાં આર્મી ચોંકી ગઈ છે. આ વિશે સરકારને રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ-કાશ્મીરના લદ્દાખથી અરૂણાચલ પ્રદેશ સુધી આકાશમાં આવી ભેદી ચીજો ઊડતી દેખાઈ છે. આ ચીજ શું છે એ હજી સુધી શોધી શકાયું નથી.

આર્મીની ૧૪મી કોપ્ર્સે સરકારને આપેલા રિપોર્ટ મુજબ દિવસે અને રાત્રિના સમયે આકાશમાં યુએફઓ ઊડતાં દેખાયાં છે. આશ્ચર્યજનક વાત એ છે કે રડાર કે અન્ય કોઈ પણ ઉપકરણોમાં આ ઊડતી ચીજો પકડાતી નથી. એટલું જ નહીં, રડાર પર કોઈ ધાતુનાં નિશાન પણ ઝડપાતાં નથી. ચીનની દિશા તરફથી સહેજ પીળા રંગની આ ચીજો લગભગ ત્રણથી પાંચ કલાક સુધી દેખાયા બાદ અચાનક અદૃશ્ય થઈ જાય છે. સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું કે આ યુએફઓ ચીનના ડ્રૉન વિમાન કે સૅટેલાઇટ્સ નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચારથી પાંચ વર્ષ પહેલાં પણ ચીન સરહદે આવી ચીજો ઊડતી દેખાઈ હતી. જોકે ઉચ્ચ કક્ષાએ તેની નોંધ લેવાઈ ન હતી. આર્મીએ આ સંદર્ભમાં નિષ્ણાતો પાસે મદદ માગી છે.

આર્મીના એક્સપર્ટનું કહેવું છે કે આ યુએફઓ રડારમાં ઝડપાતા નથી એ ખરેખરચિંતાની વાત છે. એટલું જ નહીં તે ટેક્નૉલૉજીની દૃષ્ટિ આપણે કેટલા પાછળ છીએ એ પણ દર્શાવે છે. અગાઉ ૨૦૧૦માં પણ આવી જ ઘટના નોંધાઈ હતી. જોકે તપાસમાં તે ચાઇનીઝ ફાનસ હોવાનું બહાર આવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK