સુશાંતસિંહ રાજપૂત મૃત્ય કેસમાં અમારી તપાસ યોગ્ય હતી: પોલીસ-કમિશનરનો દાવો

Published: 2nd January, 2021 09:20 IST | Agency | Mumbai

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની હત્યાના મામલામાં સીબીઆઇ હજી સુધી આ આત્મહત્યા છે કે હત્યા એ નક્કી નથી કરી શકી એટલે મુંબઈ પોલીસની તપાસ યોગ્ય હોવાનો દાવો પોલીસ-કમિશનર પરમબીર સિંહે ગઈ કાલે કર્યો હતો

પોલીસ-કમિશનર પરમબીર સિંહ
પોલીસ-કમિશનર પરમબીર સિંહ

બૉલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની હત્યાના મામલામાં સીબીઆઇ હજી સુધી આ આત્મહત્યા છે કે હત્યા એ નક્કી નથી કરી શકી એટલે મુંબઈ પોલીસની તપાસ યોગ્ય હોવાનો દાવો પોલીસ-કમિશનર પરમબીર સિંહે ગઈ કાલે કર્યો હતો. તેમણે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે સીબીઆઇની તપાસનો અંત અમારી તપાસથી જુદો નહીં હોય. સુપ્રીમ કોર્ટે પણ મુંબઈ પોલીસની તપાસ પ્રોફેશનલ હોવાનું કહ્યું છે, પરંતુ કેટલાક લોકોએ અંગત સ્વાર્થ ખાતર મુંબઈ પોલીસની છબી ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી તપાસ યોગ્ય હતી.

SSR-Death

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ પોલીસની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે એની કામ કરવાની ક્ષમતા સામે કોઈ સવાલ ન કરી શકે, અમે કોઈને મુંબઈ પોલીસની છબી ખરાબ કરવા નહીં દઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK