કોરોનાએ વિશ્વભરમાં 5080 લોકોનો ભોગ લીધો

Published: Mar 14, 2020, 11:56 IST | Ottawa

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રૂડોનાં પત્ની સૉફી કોરોના વાઇરસથી સંક્રમિત છે. કૅનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપીને આ અંગેની પુષ્ટિ કરી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રૂડોનાં પત્ની સૉફી કોરોના વાઇરસથી સંક્રમિત છે. કૅનેડાના સ્વાસ્થ્ય મંત્રાલયે નિવેદન આપીને આ અંગેની પુષ્ટિ કરી છે. સૉફી સાથે હવે જસ્ટિસ પણ આઇસોલેશનમાં રહેશે અને તેઓ ઘરેથી જ સરકારી કામકાજ સંભાળશે. સૉફી મંગળવારે જ લંડનથી પાછા આવ્યા હતા. ત્યાર બાદ તેઓ બીમાર હતા. ગુરુવારે તેમની ટેસ્ટ પૉઝિટિવ આવી હવી. બીજી બાજુ દુનિયાભરમાં કોરોના વાઇરસથી મરનારાઓનો આંકડો ૫૦૮૦ થઈ ગયો છે. કુલ ૧,૩૭,૬૭૪ કેસ અત્યાર સુધી સામે આવ્યા છે.

ન્યુઝ-એજન્સીના જણાવ્યા પ્રમાણે, ઇટલીમાં કોરોના વાઇરસથી મૃતકોનો આંકડો શુક્રવારે ૧૦૧૬ થઈ ગયો છે. અત્યાર સુધી કુલ ૧૫,૧૧૩ લોકો સંક્રમિત થયા છે. કોરોના વાઇરસના ચેપને કારણે ઇટલીના મેડિકલ ચીફ રૉબર્ટો સ્ટેલાનું મોત થયું છે. ચીન બાદ કોરોના વાઇરસની સૌથી વધારે અસર ઇટલી અને ઈરાનમાં જ જોવા મળી છે. ઇટલીમાં સારવાર બાદ ૧૨૫૮ લોકો સ્વસ્થ થયા છે.

ઑસ્ટ્રેલિયાના ગૃહપ્રધાન પીટર ડટન પણ કોરોનાની ચપેટમાં

ઘાતક કોરોના વાઇરસ સામાન્ય લોકોને જ નહીં, પણ મોટા નેતાઓને પણ શિકાર બનાવી રહ્યો છે, જેમ કે કૅનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનાં પત્નીને કોરોના થયો હોવાનું બહાર આવ્યા બાદ હવે ઑસ્ટ્રેલિયાના ગૃહપ્રધાન પીટર ડટનનો પણ કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે. જોકે એની સત્તાવાર જાહેરાત નથી થઈ, પણ ઑસ્ટ્રેલિયાના મીડિયા પ્રમાણે તેમને આ વાઇરસનો ચેપ લાગી ચૂક્યો છે. બીજી તરફ ઑસ્ટ્રેલિયામાં યોજાનારી ગ્રૅન્ડ પ્રી ફૉર્મ્યુલા વન રેસ પણ સ્થગિત કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો : કોરોનાનો તોડ, HIVની સારવારમાં વપરાતી દવા છે?

બ્રાઝિલના રાષ્ટ્રપતિ બોલસોનારોના પુત્ર એડુઆર્ડો બોલસોનારોએ પણ ટ્વિટર પર કહ્યું છે કે મારા પપ્પાની કોરોના વાઇરસની તપાસ કરાઈ છે અને એના પરિણામની રાહ જોવાઈ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે પણ સાવચેતીના ભાગરૂપે ગુરુવારે પોતાની તમામ રૅલીઓનું આયોજન સ્થગિત કરી દીધું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK