નહીં તો ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપી દેશે

Published: Jan 14, 2020, 10:13 IST | Dharmendra Jore | Mumbai

જો તમે ઇચ્છો કે મુખ્ય પ્રધાનનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સારું રહે તો યોગ્ય વર્તન કરો. કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતાએ બંગલા અને પોર્ટફોલિયો માટે ઝઘડતા પ્રધાનોને આપી ચીમકી

ભૂતપૂ‍ર્વ સંસદસભ્ય અને કૉન્ગ્રેસ નેતા યશવંતરાવ ગડખએ પોતાની અને એનસીપી પાર્ટીના સભ્યોને ખખડાવતાં કહ્યું છે કે જો તેઓ નાની-નાની વાતમાં સરકારને હેરાન કરશે અને કામ કરવા નહીં દે તો ઉદ્ધવ ઠાકરે પોતાના પદેથી રાજીનામું આપી દેશે.
આ વિશેનો એક વિડિયો પણ વાઇરલ થયો છે જેમાં ગડખ કહે છે કે ‘કૉન્ગ્રેસ અને એનસીપીના માણસોનું વર્તન જો બરાબર નહીં રહે તો મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પોતાના પદ પરથી ખસી જશે. જો તમે ઇચ્છો છો કે ઠાકરેનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે તો અંદરોઅંદર લડવાનું બંધ કરો. તમે જરા યોગ્ય વર્તન કરો જેથી સરકાર બરાબર ચલાવી શકાય.’
આ ઉપરાંત વધુમાં પાર્ટીના કાર્યકરોની ઝાટકણી કાઢતાં યશવંતરાવ ગડખએ જણાવ્યું હતું કે ‘જો આ સરકાર ગ્રામીણ નાગરિકની છે તો તમને મુંબઈ શહેરમાં શા માટે ઑફિસ જોઈએ છે. કોઈ જઈને તે લોકોને કહે કે આ સરકાર તે લોકોની સાથે રહેનારા લોકોમાંની જ એક છે. આ સમાજનો નીચલો અને કૃષિ વર્ગ ઇચ્છે છે કે આ સરકાર તેમની છે અને એટલે જ સરકાર તેમના માટે કામ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK