પૂર્વ યુરોપના દેશ ચેક રિપબ્લિકની ક્રિસમસની સજાવટમાં કોવિડના માહોલનો પ્રભાવ જોવા મળે છે. ક્રિસમસની સજાવટમાં જુદા-જુદા દેશોની વિશેષતાઓ છે. ચેક અને પાડોશી દેશ સ્લોવાકિયાની પરંપરા અને સંસ્કૃતિમાં ભૂંડ-ડુક્કરનું મહત્ત્વ છે એથી ક્રિસમસ ટ્રી પર લટકાવાતી વસ્તુઓ તથા અન્ય સજાવટમાં ભૂંડના દેખાવનાં પૂતળાં કે નાની પૂતળીઓ અને રમકડાં ત્યાં ખાસ જોવા મળે છે. આ વખતે ક્રિસમસ ટ્રી પર લટકાવાતા ગોલ્ડન ઑર્નામેન્ટલ પિગ્સને માસ્ક પહેરાવાતાં કોરોના રોગચાળાના માહોલની અસર સ્પષ્ટ જોવા મળે છે.
‘ક્રિસમસ ઇવ’ની મિજબાનીના આગલા દિવસે ઉપવાસ કરે એવા ડાહ્યા અને ધાર્મિક સંસ્કારવાળાં બાળકો પાસે એ શુકનિયાળ ઑર્નામેન્ટલ પિગ્સ આવતાં હોવાની સ્થાનિક લોકોની માન્યતા છે. ચેક પ્રજા આ વખતે સંજોગોને અનુકૂળ રહીને કેવી રીતે ક્રિસમસ ઊજવશે એ પ્રતીકાત્મક રીતે દર્શાવવાના ઉદ્દેશથી ઑર્નામેન્ટલ પિગ્સને માસ્ક પહેરાવાયા છે.
બોલો, આવી પત્નીને શું કહેવું?
23rd January, 2021 08:55 ISTદિલધડક રેસ્ક્યુ
23rd January, 2021 08:48 ISTનેધરલૅન્ડ્સમાં નાઇટ-કરફ્યુમાં ફરવા મળે એ માટે લોકો હોમ ડિલિવરી બૉયના યુનિફૉર્મ પહેરીને નીકળી પડે છે
23rd January, 2021 08:15 ISTહાથીની લાદમાંથી પ્રીમિયમ ક્વૉલિટી જીન બનાવ્યો છે દક્ષિણ આફ્રિકાના દંપતીએ
23rd January, 2021 08:10 IST