બોલો, ઓડિશામાં કૉન્ગ્રેસ ધારાસભ્યએ સ્પીકરને ફ્લાઇંગ કિસ આપી!

Published: Nov 21, 2019, 12:47 IST | Bhuvneshwar

કૉન્ગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનીપતિએ મંગળવારે સવાલ પૂછવાની તક મળતાંની સાથે જ સ્પીકર એસએન પાત્રો તરફ ફલાઇંગ કિસ ઉછાળી હતી. તેમની આ હરકત બાદ સમગ્ર વિધાનસભા હસવા લાગી.

ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનીપતિ
ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનીપતિ

ઓડિશા વિધાનસભાનું શિયાળુ સત્ર ૧૩ નવેમ્બરથી ચાલી રહ્યું છે. કૉન્ગ્રેસના ધારાસભ્ય તારાપ્રસાદ બાહિનીપતિએ મંગળવારે સવાલ પૂછવાની તક મળતાંની સાથે જ સ્પીકર એસએન પાત્રો તરફ ફલાઇંગ કિસ ઉછાળી હતી. તેમની આ હરકત બાદ સમગ્ર વિધાનસભા હસવા લાગી. ધારાસભ્યોએ આ બાબતે વિરોધ પણ દર્શાવ્યો હતો. વિધાનસભાની બહાર નીકળ્યા બાદ બાહિનીપતિએ કહ્યું કે મારો ઈરાદો સ્પીકરને અપમાનિત કરવાનો ન હતો. મેં ધન્યવાદ આપવા માટે તેમની તરફ ફ્લાઇંગ કિસ ઉછાળી હતી.
બાહિનીપતિએ એ વાત પણ કરી કે સ્પીકરે મારા નબળા વિધાનસભા ક્ષેત્ર પ્રત્યે ચિંતા દર્શાવી. મારી ફ્લાઇંગ કિસ તેમની પ્રશંસા કરવા માટે હતી. હું વિધાનસભાના ૧૪૭ સભ્યોમાં સૌથી પહેલા પોતાને સવાલ પૂછવાની તક આપવા બદલ સ્પીકરનો આભારી છું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK