સ્કૂલના મેઇન ગેટ પાસે ગટરને ઢાંકણું જ નથી

Published: 31st July, 2012 06:07 IST

મુલુંડ-વેસ્ટની શ્રીમતી નલિનીબાઈ ગજાનન પુરંદરે હાઈ સ્કૂલ અને લાયન્સ ક્લબ ઑફ મુલુંડની લાયન્સ સ્પોટ્ર્‍સ ક્લબની બહારની ગટરનું ખુલ્લું ઢાંકણું અહીં આવતાં બાળકો માટે જોખમકારક બની ગયું હોવા છતાં સુધરાઈ તરફથી કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી.

આ ફરિયાદ કરતાં એક બાળકના વાલીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લાયન્સ સ્પોર્ટ્સ ક્લબમાંથી વિઠ્ઠલભાઈ પટેલ રોડ પર આવવાના મેઇન ગેટ પરનું જ ગટરનું ઢાંકણું ઘણા લાંબા સમયથી ખુલ્લું છે. આ ગેટમાંથી સેંકડો બાળકો તેમનાં મા-બાપ સાથે આ ફૂટપાથનો ઉપયોગ કરે છે. આમ છતાં આ ગટરના તૂટેલા ઢાંકણાના સ્થાને નવું નાખવા માટે સુધરાઈ તરફથી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. આ જ રીતે અહીંની ફૂટપાથ પરથી પેવર બ્લૉક્સ ઊખડી ગયા છે જે ચાલતા સમયે બાળકોને વાગે છે. ક્યારેક તો બાળકો તેમની મસ્તીના મૂડમાં આ ફૂટપાથ પર દોડાદોડી કરતાં પડી જાય છે. સુધરાઈએ આ બાબતમાં ત્વરિત પગલાં લઈ ગટરના ઢાંકણા અને ફૂટપાથનું નૂતનીકરણ હાથ ધરવું જોઈએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK