Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ચંદ્રગ્રહણના દિવસે ગુજરાતના આ મંદિરમાં રાત્રી દર્શન ચાલુ રહેશે

ચંદ્રગ્રહણના દિવસે ગુજરાતના આ મંદિરમાં રાત્રી દર્શન ચાલુ રહેશે

16 July, 2019 04:44 PM IST | Arvalli

ચંદ્રગ્રહણના દિવસે ગુજરાતના આ મંદિરમાં રાત્રી દર્શન ચાલુ રહેશે

શામળા જી મંદિર (PC : Wikipedia)

શામળા જી મંદિર (PC : Wikipedia)


Arvalli : વર્ષનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ દેખાશે. 149 વર્ષ બાદ ગુરૂ પુર્ણિમા અને ચંદ્ર ગ્રહણનું દુર્લભ સંયોગ સર્જાશે. જેથી આ દિવસનું મહત્વ વધી ગયું છે. કહેવામાં આવે છે કે આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ નહીં પણ આંશિક હશે. આંશિક કારણ કે આ સ્થિતિમાં પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે ફરે છે. પરંતુ ત્રણ એક ક્રમમાં નથી ફરતા. 16થી 17 જુલાઈની રાત્રે, 1 વાગીને 32 મિનીટથી સવારે 4 વાગીને 31 મિનીટ સુધી ચંદ્રગ્રહણ જોઈ શકાશે. કુલ 2 કલાક અને 59 સેકંડ માટે ચંદ્ર ગ્રહણ રહેશે. આ ગ્રહણ માટે કોઈ સાવચેતી રાખવાની જરૂર નથી. ચંદ્રગ્રહણને લઈને રાજ્યાના અનેક મંદિરોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આજે ગુરુપૂર્ણિમા અને ચંદ્રગ્રહણ હોવાથી દર્શન અનેક મંદિરોમાં આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પણ ગુજરાતનું એકમાત્ર મંદિર એવું છે જે ચંદ્રગ્રહણ હોવા છતાં ખુલ્લુ રહે છે. આ મંદિર છે શામળાજી.

શામળાજીનું મંદિર આજે રાત્રે પણ ખુલ્લુ રહેશે
ગુરુપૂર્ણિમા નિમિત્તે યાત્રાધામ શામળાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ચંદ્રગ્રહણ અને ગૃરૂપૂર્ણિમાના પ્રસંગનો ૧૪૯ વર્ષે અનોખો સંયોગ ઘડાઈ રહ્યો છે. ત્યારે આજે ગુરુપૂર્ણિમાના દિવસે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બન્યા છે. આજે સવારથી જ 'જય શામળિયા'ના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે. ચંદ્રગ્રહણ વખતે ગુજરાતનું એક માત્ર શામળાજી મંદિર ખુલ્લુ રહે છે. આ મંદિર ચંદ્રગ્રહણની રાત્રિએ પણ ખુલ્લુ રહેશે. જેથી લોકો તેના દર્શન કરી શકશે.

Lunar Eclipse

બહુચરાજી મંદિરનો સમય પણ બદલાયો
ચંદ્રગ્રહણને પગલે મહેસાણાના બહુચરાજીમાં  આરતી અને પાલખીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. માતાજીની સાંજની આરતી 7:30ના બદલે 6:30 કલાકે કરવામાં આવશે. તો પરંપરાગત નીકળતી માતાજીની શાહી સવારીના સમયમાં પણ ફેરફારો કરાયા છે. માતાજીની શાહી પાલખી રાત્રે 9.30ના બદલે 8 કલાકે નિજ મંદિરથી નીકળશે.

આ પણ જુઓ : આ શ્રાવણ મહિનામાં ફરાળ કરો રજવાડી સ્ટાઈલમાં 'મહારાજા ભોગ' સાથે

દ્વારકાધીશ અને અંબાજી મંદિરમાં પણ ફેરબદલ
તો ભગવાન દ્વારકાધીશના નિત્યક્રમના સમયમાં ફેરફાર કરાવાયા છે જે અંતર્ગત સવારની મંગળા આરતી 6 કલાકે કરવામાં આવી હતી. અંબાજીમાં પણ સવાર અને સાંજની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સવારે 7.30 કલાકે થતી મંગળા સવારે 6.00 કલાકે કરવામાં આવી હતી અને સાંજની 7 વાગ્યાની આરતી બપોરે 3.30 કરવામાં આવશે. તો સાંજના 4.30 કલાકેથી મંદિર બંધ રહેશે. બીજા દિવસે સવારની આરતી 9.00 કલાકે કરવામાં આવશે. રાત્રિના 1.30થી 3.30 સુધી ચંદ્રગ્રહણ રહેવાનું છે.


Whatsapp-channel Whatsapp-channel

16 July, 2019 04:44 PM IST | Arvalli

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK