Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સર્ચ ઓપરેશન દરમિયાન બારામૂલા એન્કાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડ ઢેર

સર્ચ ઓપરેશન દરમિયાન બારામૂલા એન્કાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડ ઢેર

22 June, 2019 04:15 PM IST |

સર્ચ ઓપરેશન દરમિયાન બારામૂલા એન્કાઉન્ટરમાં જૈશનો ટોપ કમાન્ડ ઢેર

જૈશનો ટોપ કમાન્ડ ઢેર

જૈશનો ટોપ કમાન્ડ ઢેર


જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. ઠાર મરાયેલો આતંકી જૈશનો ટોપ કમાન્ડર કહેવામાં આવી રહ્યો છે. પોલીસે કહ્યું હતું કે, ઠાર મરાયેલો આતંકી પાકિસ્તાનનો હતો અને નામ લુકમાન કહેવામાં આવી રહ્યું છે. બીજા આતંકી છુપાયા હોવાની બાતમીના કારણે હાલ સર્ચ ઓપરેશન ચાલું છે.

સૂત્રો અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે આ કમાન્ડર દક્ષિણ કાશ્મીર થી ઉત્તર કાશ્મીર જઈ રહ્યો હતો જેથી પાકિસ્તાનથી ભારતમાં ઘૂસેલા આતંકીઓને મદદ કરી શકે અને તેમને જરૂરીયાતની વસ્તુઓ મેળવી શકે. આ દરમિયાન સુરક્ષા દળોને સૂત્રોથી માહિતી મળી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ જેમાં તેને ઠાર મરાયો છે.



ઉત્તર કાશ્મીરના બારામુલા જિલ્લાના બોનિયારમાં સવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે એન્કાઉન્ટર ચાલુ હતુ અને સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર માર્યો હતો. સૂત્રો અનુસાર સેના અને SOG બારામૂલાની 6 જેકલાઈની એક સંયુક્ત ટીમે બુજથલન વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષાદળોને નજીક આવતા જોઈને આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં સેનાએ આતંકવાદીને ઠાર માર્યો હતો.


આ પણ વાંચો: બાહુબલીનો બનશે ત્રીજો ભાગ, પ્રભાસ નહીં આ એક્ટર બનશે 'બાહુબલી'

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે પણ કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઈ હતી આ વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની માહિતી મળી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ મુઠભેડમાં કિશ્તવાડના કેશવન જંગલમાં ચાલી આતંકવાદીઓ છૂપાયા હોવાની ખબર પછી પોલીસ અને સેના દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 June, 2019 04:15 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK