મુંબઈમાં એક ખાડા પાછળ 17,693 રૂપિયાનો ખર્ચ

Published: Aug 17, 2019, 11:57 IST

રાઇટ ટુ ઇન્ફર્મેશન(આરટીઆઇ)ની એક અરજીના જવાબમાં મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં રસ્તા પરના ખાડા પૂરવા માટે એક ખાડાદીઠ સરેરાશ ૧૭,૬૯૩ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

રાઇટ ટુ ઇન્ફર્મેશન(આરટીઆઇ)ની એક અરજીના જવાબમાં મુંબઈ મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં રસ્તા પરના ખાડા પૂરવા માટે એક ખાડાદીઠ સરેરાશ ૧૭,૬૯૩ રૂપિયાનો ખર્ચ કર્યો છે. બે વર્ષના ગાળામાં ૮૮૭૯ ખાડા પૂરવા માટે ૧૫ કરોડ રૂપિયાથી વધારે રકમનો ખર્ચ કર્યો હોવાનું જણાયું છે. સ્વાભાવિક રીતે એ રકમ મોટી જણાય છે, પરંતુ ૨૦૧૩થી ૨૦૧૫ સુધીના સમયગાળામાં શહેરના માર્ગો પરના ૩૬૫૪ ખાડા પૂરવા માટે ૮૦ કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચી છે. મહાનગરપાલિકાએ એકંદરે રસ્તાના ખાડા પૂરવા માટે ૬ વર્ષમાં ૧૧૬ કરોડ રૂપિયા કરતાં વધુ રકમનો ખર્ચ કર્યો છે.

આરટીઆઇની અરજીના જવાબમાં ઉપરોક્ત આંકડા મેળવનારા નાગરિક શકીલ શેખે જણાવ્યું હતું કે ‘એક ખાડો પૂરવામાં ૧૭,૦૦૦ રૂપિયાથી વધારે ખર્ચ થાય એ રસ્તા પરના ખાડા પૂરવામાં ભ્રષ્ટાચાર દર્શાવે છે. ખર્ચની રકમને વાજબી ઠેરવવા માટે કોઈ તર્ક ચલાવી શકાય એમ નથી. પાલિકા કરોડો રૂપિયા ખર્ચીને આ વર્ષે ૯૦ ટકા ખાડા પૂર્યાનો દાવો કરતી હોવા છતાં રસ્તા પર ખાડા તો હજી જોવા મળે છે. એને કારણે અનેક લોકોનાં મૃત્યુ પણ થયાં છે.’

આ પણ વાંચો: મદદના ધોધ વચ્ચે સાંગલીના સ્વમાની કચ્છીઓએ કરી અપીલ સહાય નહીં, લોન આપો

થોડાં વર્ષ પહેલાં મુંબઈ મહાનગરપાલિકાએ નાગરિકોને રસ્તાઓમાં ક્યાંય પણ ખાડો જોવા મળે તો એનો ફોટો લઈને વેબસાઇટ પર ઑનલાઇન ફરિયાદ કરવાનો અનુરોધ કર્યો હતો. એ વખતે રસ્તા પરના ખાડાની સંખ્યા ૬૦૯૮ પર પહોંચી હતી. આ વર્ષે પણ મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ૮ કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચીને ૪૮૯૮ ખાડા પૂર્યા હોવાનો દાવો કર્યો છે. પાલિકાએ આ વર્ષે ખાડા પૂરવાનું કોલ્ડ મિક્સ્ચર ૫૦ ટકા વધારે પ્રમાણમાં વહેંચ્યું હોવાનો દાવો કર્યો છે, પરંતુ હકીકતમાં ૨૪ વૉર્ડમાં ૧૩ લાખ કિલો કોલ્ડ મિક્સ્ચરનું વિતરણ કર્યા પછી પાલિકા પાસે ખાડા પૂરવાના એ મટીરિયલનો જથ્થો ખૂટી પડ્યો હતો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK