દર 40 સેકન્ડે એક વ્યક્તિ કરે છે આત્મહત્યા, ચોંકાવનારા છે આંકડા

Published: Oct 01, 2019, 18:02 IST | મુંબઈ

વિશ્વમાં દર 40 સેકન્ડે એક વ્યક્તિ આત્મહત્યા કરી રહી છે. જે આંકડાઓ સામે આવી રહ્યા છે તે ચોંકવાનારા છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

વિશ્વ આરોગ્ય સંસ્થાએ આત્મહત્યાના પ્રમાણને લઈને કેટલાક આંકડાઓ જાહેર કર્યા છે. જે ખરેખર ચોંકાવનારા છે. આંકડાઓ પરથી માહિતી મળે છે કે દર વર્ષે દુનિયામાં આત્મહત્યાના કારણે 8 લાખ લોકોના મોત થાય છે. જો તેને બીજા શબ્દોમાં કહીએ તો દર 40 સેકન્ડમાં એક આત્મહત્યા થાય છે. એક વધુ મહત્વપૂર્ણ તથ્ય જે ધ્યાન બહાર રહી જાય છે તે એવું છે કે પોતાનો જીવ દેતા પહેલા વ્યક્તિ પોતાના જીવનમાં લગભગ 20 વાર આત્મહત્યાનો પ્રયાસ કરી ચુક્યો હોય છે.

WHOની ફેક્ટ શીટનો ચાર્ટ-1 ક્ષેત્રના હિસાબથી આત્મહત્યાના દરના આંકડાઓ આપે છે. વિશ્વમાં આત્મહત્યાના કારણે મોતનો દર 10.53(પ્રતિ એકલાખની વસ્તી) છે. યૂરોપમાં આત્મહત્યાના કારણે વધુમાં વધુ મોત થાય છે, જ્યારે ભૂમધ્યસાગરના પૂર્વના દેશોમાં સૌથી ઓછા મોત થાય છે.

ફેક્ટ શીટના ચાર્ટ-2માં દેશોના હિસાબથી આત્મહત્યાના દરોનું હિસાબ આપવામાં આવ્યો છે. જેમાં દેશની આર્થિક સમૃદ્ધિ, ભૂગોળ સંરચના ને સંસાધનોની હાજરીને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. આ રેન્ક ભારત ઈન્ડોનેશિયા, બ્રાઝીસ અને ચીનથી આગળ છે. સાથે રશિયાની સરેરાશ વૈશ્વિક સરેરાશ કરતા ચાર ગણી વધારે છે.

2016માં થયેલા મોત(પ્રતિ એક લાખમાં)

આફ્રિકા 11.96
અમેરિકા 9.25
દક્ષિણ પૂર્વ એશિયા 13.4
યૂરોપ 12.5
પૂર્વી ભૂમધ્યસાગર ક્ષેત્ર 4.3
પશ્ચિમી પ્રશાંત સાગર ક્ષેત્ર 8.45
વૈશ્વિક 10.53

2016માં દેશા હિસાબે થયેલા મોત(પ્રતિ એક લાખમાં)

અમેરિકા 21.1
ચીન 7.9
જાપાન 20.9
બ્રિટેન 11.9
રશિયા 48.3
દક્ષિણ આફ્રિકા 21.7
બ્રાઝીલ 9.7
ઈંડોનેશિયા 5.2
સઊદી અરબ 4.6
પાકિસ્તાન 3
ભારત 18.5

રિપોર્ટ પ્રમાણે જો કે દરેક ઉંમરના લોકો આત્મહત્યા કરે છે, પરંતુ 15 થી 29 વર્ષના લોકો સૌથી વધુ આત્મહત્યા કરે છે. યુવાનોમાં સૌથી વધુ મોત રોડ દુર્ઘટના અને યુવતીઓની માતૃત્વની સ્થિતિના કારણે થાય છે. આત્મહત્યા અને માનસિક વિકારો માટે આલ્કોહોલ અને ડીપ્રેશનને જવાબદાર માનવામાં આવે છે. WHOના અહેવાલ પ્રમાણે મોટાભાગે આત્યહત્યા અચાનક આવી પડેલા સંકટ સામે ન ઝઝૂમી સકવાના કારણે અને વધુ પડતા તણાવના કારણે થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK