પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં જ મુખ્ય પ્રધાન અને ટીએમસીનાં નેતા મમતા બૅનરજીને એક પછી એક કમરતોડ ઝટકા લાગી રહ્યા છે. હજી થોડા દિવસ પહેલાં જ ટીએમસી સંસદસભ્ય સુભેંદુ અધિકારી અને તેમના ભાઈએ હાથમાં કમળ ઝાલ્યાની મમતાને કળ નથી વળી ત્યાં વધુ એક દિગ્ગજ સંસદસભ્યે જોરદાર ઝટકો આપ્યો છે. તૃણમૂલ કૉન્ગ્રેસના સંસદસભ્ય દિનેશ ત્રિવેદીએ ગઈ કાલે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પક્ષમાં ‘ગૂંગળામણ અને અસહાયતા’ અનુભવાતી હોવાથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ રાજીનામા બાબતે તૃણમૂલ કૉન્ગ્રેસના નેતા સુખેન્દુ શેખરે જણાવ્યું હતું કે હવે પક્ષના મૂળભૂત સ્તરના કાર્યકરને રાજ્યસભામાં મોકલી શકાશે.
દિનેશ ત્રિવેદીએ રાજ્યસભામાં રાજીનામાની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘રાજ્યમાં બેફામ હિંસાને ડામવામાં અસહાયતા અનુભવાય છે. અસાધારણ પરિસ્થિતિમાં કાંઈ કરી શકતો નથી એટલે ગૂંગળામણ અનુભવું છું. મને રાજ્યસભામાં મોકલવા બદલ હું તૃણમૂલ કૉન્ગ્રેસનો આભાર માનું છું. હું પશ્ચિમ બંગાળની જનતાની સેવા કરવાનું ચાલુ રાખીશ, પરંતુ મારો આત્મા મને કહે છે કે જો હું અહીં બેઠાં-બેઠાં કાંઈ કરી ન શકતો હોઉં તો મારે રાજીનામું આપી દેવું જોઈએ.’
સીબીઆઇના અધિકારીઓએ અભિષેકની પત્નીની સવા કલાક સુધી પૂછપરછ કરી
24th February, 2021 10:31 ISTગોવર્ધન પર્વતને પણ વેચી નાખશે બીજેપી સરકાર : પ્રિયંકા ગાંધી
24th February, 2021 10:31 ISTબે દિવસના વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો
24th February, 2021 10:31 ISTમહારાષ્ટ્ર, કેરલા ને તેલંગણામાં મળ્યા કોરોનાના બે નવા સ્ટ્રેન
24th February, 2021 10:31 IST