આરે કૉલોનીમાં વધુ એક આગ
પ્રતીકાત્મક તસવીર
આરે કૉલોનીના રૉયલ પામ્સ પાસે ગઈ કાલે બપોરે ૨.૧૨ વાગ્યે આગ ફાટી નીકળી હતી. રૉયલ પામ્સ પાસે આગ લાગ્યાની જાણ થતાં ફાયરબ્રિગેડનાં ૪ એન્જિન અને ૪ જમ્બો વૉટર-ટૅન્કર ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. રૉયલ પામ સોસાયટી અને રૉયલ પામ હોટેલ પાસેના જંગલ-વિસ્તારમાં આગ લાગી હતી. આ આગની ચપેટમાં આજુબાજુનાં કેટલાંક વૃક્ષો પણ આવી ગયાં હતાં. ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગમાં કોઈ જખમી થયું નથી.