એક્સપ્રેસવે પર થયેલા અકસ્માતમાં એકનું મૃત્યુ 15ને ઈજા

Published: 27th November, 2020 11:51 IST | Rajendra B Aklekar | Mumbai

સાતારાના કાલેધોન ગામથી મુંબઈ આવી રહેલી એમએસઆરટીસીની બસને ગઈ કાલે વહેલી સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ નજીક અકસ્માત નડ્યો હતો.

મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ નજીક અકસ્માત નડ્યો
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ નજીક અકસ્માત નડ્યો

સાતારાના કાલેધોન ગામથી મુંબઈ આવી રહેલી એમએસઆરટીસીની બસને ગઈ કાલે વહેલી સવારે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર પનવેલ નજીક અકસ્માત નડ્યો હતો. એમએસઆરટીસીની બસને જમણી તરફથી અતિવેગથી ધસી આવતું એક ટ્રેલર અથડાતાં અકસ્માત થયો હતો. ટ્રેલરનો ડ્રાઇવર અંધારાનો લાભ લઈને ઘટનાસ્થળથી પલાયન થઈ ગયો હતો. એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે ૧૫ મુસાફરોને ઈજા પહોંચી હતી. હાઇવે ટ્રાફિક પોલીસે તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને પનવેલ નજીકની કામોઠેની એમજીએમ હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યા હતા. અકસ્માત વખતે બસના મોટા ભાગના પૅસેન્જરો સૂઈ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટનાસ્થળે મૃત્યુ પામનાર પ્રવાસી બેસ્ટનો કર્મચારી હતો. મરનારના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર જાહેર કરાયું છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK