Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એસ્કેલેટર વચ્ચે હાથ ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકે ગુમાવી ત્રણ આંગળીઓ

એસ્કેલેટર વચ્ચે હાથ ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકે ગુમાવી ત્રણ આંગળીઓ

27 February, 2020 06:26 PM IST | Mumbai Desk
Mehul Jethva | mehul.jethva@mid-day.com

એસ્કેલેટર વચ્ચે હાથ ફસાઈ જતાં દોઢ વર્ષના બાળકે ગુમાવી ત્રણ આંગળીઓ

તપાસમાં સહકાર આપવાની ખાતરી મોલના પ્રવક્તા દ્વારા અપાઈ હતી.
તસવીર: રાજેશ ગુપ્તા

તપાસમાં સહકાર આપવાની ખાતરી મોલના પ્રવક્તા દ્વારા અપાઈ હતી. તસવીર: રાજેશ ગુપ્તા


ભલે તે રેલવે સ્ટેશન હોય કે મોલ, સીડીની જગ્યાએ હવે એસ્કેલેટર છે. થોડીવારમાં આપણે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ચાલી શકીએ છીએ, પરંતુ તે કેટલીકવાર જીવલેણ બની શકે છે.  આવી જ એક ઘટના મુલુંડના આર મોલ ખાતે બની છે.  દોઢ વર્ષના ચિન્મય રાજીવાડેએ તેના હાથની ત્રણ આંગળીઓ ગુમાવી દીધી છે.

મંગળવારે સાંજે ચિન્મય રાજીવાડે  તેનાં માતા-પિતા સાથે શોપિંગ માટે આર મોલમાં આવ્યો હતો.  પત્ની શોપિંગ કરવામાં વ્યસ્ત હતી. બાળક પિતા રવીન્દ્ર પાસે હતું. પિતાના હાથમાંથી છૂટીને તે અચાનક એસ્કેલેટર તરફ દોડ્યો, ચિન્મય સરકતી સીડીઓ તરફ વળ્યો અને સીડી પર ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચિન્મય નીચે પડ્યો અને તેની ત્રણ આંગળીઓ સરકતી સીડીમાં  ફસાઈ ગઈ.  આ વખતે ચિન્મયે જોરથી બૂમ પાડી. તેનાં માતા-પિતા તેના સુધી પહોંચે તે ખૂબ મોડું થઈ ગયું હતું. ચિન્મયની ત્રણેય આંગળીઓ એસ્કેલેટરમાં ફસાઈ ગઈ હતી.



 ત્યારબાદ ચિન્મયને તેનાં માતા-પિતા દ્વારા ફોર્ટિસ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  ત્યારબાદ તેને વધુ સારવાર માટે કેઈએમ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો,  પરંતુ ચિન્મયની આ ત્રણેય આંગળીઓ ફરી ડૉક્ટર જોડી શક્યા નહીં.
 દરમ્યાન આ મામલે મુલુંડ પોલીસે કોઈ ગુનો નોંધ્યો નથી,  પરંતુ આ ઘટના જીવન માટે જોખમી હોઈ શકે છે તે તરફ ઇશારો કરે છે અને માતા-પિતા માટે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે તેમના માટે તેમના બાળકોનું ધ્યાન રાખવું કેટલું મહત્ત્વનું છે.


Child with having 25 stitches in right handજમણા હાથમાં ૨૫ ટાંકાઓ સાથે બાળક.


Whatsapp-channel Whatsapp-channel

27 February, 2020 06:26 PM IST | Mumbai Desk | Mehul Jethva

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK