Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > Video:દુષ્કર્મ ઘટના વિરુદ્ધ લોકોનો ગુસ્સો, આરોપીની ધોલાઇનો વીડિયો વાયરલ

Video:દુષ્કર્મ ઘટના વિરુદ્ધ લોકોનો ગુસ્સો, આરોપીની ધોલાઇનો વીડિયો વાયરલ

07 December, 2019 06:23 PM IST | Mumbai Desk

Video:દુષ્કર્મ ઘટના વિરુદ્ધ લોકોનો ગુસ્સો, આરોપીની ધોલાઇનો વીડિયો વાયરલ

Video:દુષ્કર્મ ઘટના વિરુદ્ધ લોકોનો ગુસ્સો, આરોપીની ધોલાઇનો વીડિયો વાયરલ


હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથે હૈવાનિયત અને તેની નિર્મમ હત્યાના ચારેય આરોપીઓને તેલંગણા પોલીસ દ્વારા એનકાઉંટરમાં મારી નાખવામાં આવ્યા બાદ હવે લોકોનો ગુસ્સો દુષ્કર્મના આરોપીઓ માટે વધતો જાય છે. લોકો કાયદાને પોતાના હાથમાં લેવાથી પણ ખચકાતાં નથી. હકીકતે, થયું એવું કે કેરળના ચર્ચિત વાલયાર દુષ્કર્મ અને હત્યાકાંડના એક આરોપીની ભીડે ખૂબ જ ધોલાઇ કરી દીધી. આ ઘટનામાં તે ખૂબ જ ગંભીર રીતે જોખમી થયો. સમાચાર એજન્સી એએનઆઇ પ્રમાણે, ભીડ હિંસાનો શિકાર બનેલો આરોપી પલક્કડના હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

આવી જ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરમાં પણ થઈ. થયું એવું કે પોલીસ એક નાબાલિક સાથે દુષ્કર્મના આરોપીને કોર્ટમાં રજૂઆત માટે લઈને આવી હતી. દરમિયાન કોર્ટ પરિસરમાં આરોપીને મારવાનો પ્રયત્ન થયો. સમાચાર એજન્સી એએનઆઇએ આ ઘટનાનો વીડિયો શૅર કર્યો છે. જણાવીએ કે હૈદરાબાદમાં મહિલા ડૉક્ટર સાથેના દુષ્કર્મ અને તેની નિર્મમ હત્યાના ચારેય આરોપીઓને તેલંગણા પોલીસે શુક્રવારે સવારે એક એન્કાઉન્ટરમાં મારી નાખવામાં આવ્યા. રિપોર્ટ્સ પ્રમાણે, પોલીસ ક્રાઇમ સીન રિક્રિએટ કરવા માટે આરોપીઓને ઘટનાસ્થળે (નેશનલ હાઇવે-44) પર લઈ ગઈ હતી પણ કે ત્યાંથી ભાગવા લાગ્યા. તેના પછી પોલીસે જવાબમાં ફાયરિંગ કરી જેમાં બધાં આરોપી મરી ગયા.




આ પણ વાંચો : 'કુછ કુછ હોતા હૈ'ની આ એક્ટ્રેસ છે આટલી બોલ્ડ અને સેક્સી, જુઓ ફોટોઝ


જો કે, આખા દેશમાં આવી ઘટનાઓના વિરોધ છતાં આવી ઘટનાઓ બંધ થતી નથી. બિહારના દરભંગાના સદર થાના ક્ષેત્રમાં પાંચ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરવાના આરોપમાં એક ટેમ્પો ચાલકની ધરપકડ કરવામાં આી છે. તો પીડિતાની સારવાર થઈ રહી છે. ઉન્નાવમાં પણ ત્રણ વર્ષની બાળકીને યૌન ઉત્પીડન કરવાના પ્રયત્નની ઘટના સામે આવી છે. જેમાં તે બાળકીની આજે સવારે મૃત્યું થઈ ગયું. કેરળમાં પણ સામે આવેલી ઘટનામાં એક નાબાલિક છોકરી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આરોપી એક ગ્લાસ પાણી માગવાના બહાને પીડિતાના ઘરમાં ઘૂસ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

07 December, 2019 06:23 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK