Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > આ વખતે ગોડાઉનમાં નહીં, ઑઇલ મિલમાં લાગી આગ

આ વખતે ગોડાઉનમાં નહીં, ઑઇલ મિલમાં લાગી આગ

29 December, 2018 08:18 AM IST | ગોંડલ
રશ્મિન શાહ

આ વખતે ગોડાઉનમાં નહીં, ઑઇલ મિલમાં લાગી આગ

ગોંડલની ઓઈલ મિલમાં લાગી હતી આગ

ગોંડલની ઓઈલ મિલમાં લાગી હતી આગ


ગોંડલની શ્રેયા પીનટ્સ ઑઇલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઑઇલ મિલમાં ગઈ કાલે આગ લાગી હતી, જે ઓલવવાનું કામ ગઈ કાલે સવારથી ચાલુ કરવામાં આવ્યું હતું અને મોડી રાત સુધી ચાલુ રહ્યું હતું. મગફળીમાં આગ લાગવાની ઘટના હવે ગુજરાતમાં રોજબરોજની બની ગઈ હોય એવો ઘાટ સર્જાઈ ગયો છે. છેલ્લા દોઢ વર્ષમાં મગફળીના ગોડાઉન અને ઑઇલ મિલોમાં આગ લાગી હોય એવી આઠ ઘટના ઘટી છે. ગઈ કાલે આ નવમી ઘટના હતી. ગઈ કાલે લાગેલી આગમાં ૧૦૦૦ ટન મગફળી બળી ગઈ હતી, જેની બજારકિંમત અંદાજે ચાર કરોડ રૂપિયા થાય છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાજપ યોજશે 1 લાખ ખાટલા બેઠક



મગફળી સહિત અંદાજે આઠ કરોડ રૂપિયાની નુકસાનીનો અંદાજ મૂકવામાં આવે છે, જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં લાગેલી આગમાં મગફળીના ગોડાઉન અને ઑïઇલ મિલોની નુકસાનીનો સંયુક્ત આંકડો ૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનો છે.


Whatsapp-channel Whatsapp-channel

29 December, 2018 08:18 AM IST | ગોંડલ | રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK