જમ્મુમાં ભીડ ભર્યા બસ-સ્ટૅન્ડ વિસ્તાર નજીક ગઈ કાલે ૭ કિલોનો ઇમ્પ્રોવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (આઇઈડી) મળી આવતાં મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી તેમ જ પુલવામા હુમલાની બીજી વાર્ષિક તિથિના દિવસે મોટો બ્લાસ્ટ કરવાની આતંકવાદીઓની યોજના ધૂળમાં મળી હતી.
સાંબા જિલ્લામાં બારી બ્રાહ્મણા અને જમ્મુમાં કુંજવાણી વિસ્તારમાંથી બે આતંકવાદીઓની ધરપકડ બાદ તેમની પાસેથી મળેલી ચોક્કસ માહિતીના આધારે આ આઇઈડી શોધી કઢાયા હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારે સામ્બાના બારી બ્રાહ્મણા વિસ્તારમાંથી ત્રણ બીજેપી કાર્યકર અને એક પોલીસમૅનની હત્યા સંબંધે વૉન્ટેડ મનાતા ધી રેિઝસ્ટન્સ ફ્રન્ટ (ટીઆરએફ) સાથે સંલગ્ન ટોચના આતંકવાદી ઝહુર અહમદ રાથેરની ધરપકડ કરાઈ હતી.
આ અગાઉ ૬ ફેબ્રુઆરીએ લશ્કર-એ-મુસ્તફાના બની બેઠેલા કમાન્ડર હિદાયતુલ્લાહ મલિક ઉર્ફે હુસનૈનની જમ્મુના કુંજવાણી વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
પુલવામા એટેકને આજે બે વર્ષ થયું, આવો CRPF જવાનોના બલિદાનને યાદ કરીએ
14th February, 2021 08:55 ISTજમ્મુ-કાશ્મીરમાં જૈશના બે આતંકવાદી ઝડપાયા
22nd November, 2020 10:05 ISTપુલવામા એટેકઃ પાકિસ્તાનના પ્રધાને કબૂલાત કરતા કહ્યું આ...
29th October, 2020 20:01 ISTકંગના રનોટે ભિવંડીના બિલ્ડિંગની ઘટનાને પુલવામાના ટેરર અટૅક સાથે સરખાવી
25th September, 2020 17:35 IST