એક યક્ષપ્રશ્ન : ન્યાયનો અંધકાર જોવો છે કે પછી જાગૃતિના અજવાશ વચ્ચે જીવવું છે?

Published: Jan 09, 2020, 15:54 IST | Manoj Joshi | Mumbai

ફાઇનલી મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો કે બાવીસમી જાન્યુઆરીએ નિર્ભયા હત્યાકેસના આરોપીઓને ફાંસી આપવામાં આવશે. આ સજા સુધી પહોંચવામાં સરકારને, આ દેશના કાનૂનને ૨પ૭૮ દિવસ લાગ્યા.

નિર્ભયા હત્યાકેસ
નિર્ભયા હત્યાકેસ

ફાઇનલી મંગળવારે ચુકાદો આપવામાં આવ્યો કે બાવીસમી જાન્યુઆરીએ નિર્ભયા હત્યાકેસના આરોપીઓને ફાંસી આપવામાં આવશે. આ સજા સુધી પહોંચવામાં સરકારને, આ દેશના કાનૂનને ૨પ૭૮ દિવસ લાગ્યા. હવે મુદ્દો એ છે કે આગળ કરવાનું શું અને આ જ મુદ્દા સાથે એક પ્રશ્ન પણ ઊભો થઈ રહ્યો છે. કરવું છે શું તમારે, ન્યાયનો અંધકાર જોવો છે કે પછી જાગૃતિના અજવાસ વચ્ચે જીવવું છે?

સીધી વાત છે, જાગૃતિના અજવાસ વચ્ચે જીવવાનું હોય અને જો એમ જ કરવું હોય તો એક જ રસ્તો બાકી રહ્યો છે સેલ્ફ-ડિફેન્સ. સ્વબચાવ.

સ્વબચાવ માણસ માત્રનો નહીં, પણ જીવ માત્રનો જન્મસિદ્ધ અધિકાર છે અને આ અધિકાર માટે કોઈએ કોઈની પરમિશન લેવાની જરૂર નથી. મુંબઈ, દિલ્હી, બૅન્ગલોર જેવાં શહેરોમાં એવી અપેક્ષા રાખવી કે વર્કિંગ-વુમન હોય એ સાંજે સાત વાગ્યે ઘરમાં પાછી આવી જાય એ વધારે પડતું છે. આવી અયોગ્ય માગણી પેરન્ટ્સ કે પતિ કરે અને ઘરમાં ઘર્ષણ ઊભું થાય એના કરતાં તો બહેતર છે કે પેરન્ટ્સ કે પતિ ઘરની તમામ મહિલાઓને એકત્રિત કરીને તેમને સેલ્ફ-ડિફેન્સ માટે શું કરવું જોઈએ એના વિશે સમજદારી આપે. આ માટે કેવાં પગલાં ભરવાં જોઈએ એના વિશે જાણકારી આપવાનું કામ કરવા ઉપરાંત તમામ મહિલાઓએ પણ સેલ્ફ-ડિફેન્સ માટે માર્શલ આર્ટ્સના ક્લાસ કરવા જોઈએ. જરૂરી નથી કે તમે ક્લાસિસ સુધી જાવ. જો તમે સોસાયટીની મહિલાઓને એક કરીને દરરોજ સવાર-સાંજ કે પછી બન્ને સમયે એક કોચને સોસાયટીમાં જ બોલાવીને સેલ્ફ-ડિફેન્સની ટ્રેઇનિંગ લેશો તો પણ એનો લાભ થશે. સસ્તામાં સેલ્ફ-ડિફેન્સ પણ શીખવા મળશે અને સ્વબચાવ માટેનો આત્મવિશ્વાસ પણ બુલંદ થશે.

હરામી લોકો જ્યાં રહેતા હોય ત્યાં તે હરામીઓ ભગવાન રામના વંશજો બનશે એવી અપેક્ષા રાખીને હાથ પર હાથ મૂકીને બેસી રહેવું અયોગ્ય છે અને એમાં મૂર્ખામી પણ છે જ. સૌથી મોટી નબળાઈ જો કોઈ હોય તો એ પણ કે આવા હરામી અને નાલાયકીની ચરમસીમા જેવા વિચારો ધરાવતા લોકોના ચહેરા પર ક્યાંય એવું ફલિત નથી થતું કે તે હરામી છે, નાલાયકી તેનામાં ભારોભાર ભરી છે. જો આ હકીકત હોય તો એ હકીકતને સ્વીકારવાની સાથોસાથ એ કડવી હકીકત સામે લડવાની પણ તૈયારી દર્શાવવી જોઈએ અને એની માટે સક્ષમ થવું જોઈએ. એકદમ સાચું છે કે આવા બે-ચાર લોકોના કારણે દીકરીઓએ ઘરમાં બેસી રહેવાની કોઈ જરૂર નથી. એ પણ એકદમ સાચું છે કે આવા બે-ચાર લોકો પણ સમાજમાં ન જ હોવા જોઈએ, પણ છે અને આ જ વાસ્તવિકતા છે. તો, તો હવે કરવું શું?

સામે સક્ષમ થઈ જાવ અને તાકાતનો ઉપયોગ કરતા શીખો. જરૂરી છે. જો બાવડાંમાં તાકાત હશે તો કોઈ તમારી સામે જોતી વખતે આંખોમાં નરમાશ રાખશે. જો બાવડાંમાં જોર હશે તો તમારી સાથે અથડાવાને બદલે અંતર રાખવાનું કામ કરશે અને આ કામ કરાવવું હશે તો તમારે પણ સક્ષમ થવું પડશે, સેલ્ફ-ડિફેન્સને સાચી રીતે આશરો બનાવવો પડશે. બહુ જરૂરી છે આ. સોસાયટીની મહિલાઓએ એક થઈને તમારી અને તમારી દીકરી માટે આવતી કાલથી જ માર્શલ આર્ટ્સના કોચને બોલાવવાનું શરૂ કરી દો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK