ટ્રાફિક પોલીસ (Traffic)ના અનેક કડક પગલા છતાં દિલ્હી, મુંબઇ (Delhi, Mumbai) જેવા મહાનગરોમાં રૅશ ડ્રાઇવિંગ (Rash Driving)ની ઘટનાઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી. એવી જ એક ઘટનામાં જીવલેણ રીતે કાર ચલાવતા એક ડ્રાઇવરને જ્યારે ટ્રાફિક પોલીસકર્મચારીએ અટકાવ્યો તો તેણે ગાડી આગળ દોડાવી. સિપાહી જીવ બચાવવા માટે કારના બોનેટ પર ચડી ગયો તો કાર ડ્રાઇવરે ગાડી આગળ ધપાવી. એટલું જ નહીં, ટ્રાફિક પોલીસને વાહન પરથી નીચે પાડવા માટે ડ્રાઇવરે કાર આડી-અવળી ગતિમાં દોડાવી.
#WATCH | Nagpur: An on-duty Traffic Police personnel was dragged on the bonnet of a car in Sakkardara area after he attempted to stop the vehicle, yesterday. The driver of the vehicle has been arrested. #Maharashtra
— ANI (@ANI) November 30, 2020
(Video Courtesy: Nagpur Police) pic.twitter.com/uZjB6JnYSB
આ કારણે કાર એક સ્કૂટીમાં જઈ ભટકાઇ. સ્કૂટી પર પાછળ બેઠેલી એક વ્યક્તિ રસ્તા પર પડી ગઈ, જેને સામાન્ય ઇજા થઈ છે. ઘણી હેરાનગતિ પછી પોલીસકર્મચારી અને રાહગીરોની મદદથી ડ્રાઇવર આકાશ ચૌહાણને પકડી લેવામાં આવ્યો, જ્યારે તેણે એક કૉલેજ પાસે ગાડી ધીમી કરી. પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ડ્રાઇવર પર કેટલીય ધારાઓમાં કેસ દાખલ કરી તેની ધરપકડ કરી છે.
આ પણ વાંચો : Video: ટ્રાફિક પોલીસને કારના બોનટ પર 400 મીટર સુધી ઢસડ્યા, બેની ધરપકડ
આ પહેલા પણ મુંબઇ દિલ્હી સહિત અનેક શહેરોમાં એવી ઘટનાઓ સામે આવી છે, જ્યાં કાર અટકાવવા માટે આવેલા ટ્રાફિક પોલીસ કર્મચારી પર જીવલેણ રીતે કાર ડ્રાઇવરે ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો. જીવ બચાવવાના પ્રયત્નમાં કારના બોટ પર ચડેલા પોલીસ કર્મચારીને લઈને ડ્રાઇવર ગાડી દોડાવતો રહ્યો.
અયોધ્યામાં ૧૧૦૦ કરોડના ખર્ચે રામમંદિર બનશે: ટ્રસ્ટ
29th December, 2020 10:26 ISTબ્રિટનથી પાછો ફરેલો નાગપુરનો યુવક કોરોના પૉઝિટિવ
25th December, 2020 11:17 ISTયુવકે ગર્લફ્રેન્ડના ભાઈ અને દાદીની હત્યા કરીને પોતે પણ જીવન ટૂંકાવ્યું
12th December, 2020 10:30 ISTસુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસનાં માતા સાથે અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી, આરોપીની ધરપકડ
11th December, 2020 11:09 IST