અમેરિકા: ૯/૧૧ની વરસીએ ૯.૧૧ વાગ્યે જન્મી બાળકી એનું વજન પણ છે ૯ પાઉન્ડ અને ૧૧ ઔંસ

Published: Sep 16, 2019, 10:11 IST

અમેરિકા માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ ગોઝારા આતંકવાદની યાદ અપાવનારો છે. આ દિવસે આમ તો હજારો બાળકો જન્મતાં હોય છે, પરંતુ આ વખતે મૅરિલૅન્ડ રાજ્યના જર્મન ટાઉનમાં જરાક યોગાનુયોગ ધરાવતી બાળકી જન્મી છે

અમેરિકા માટે ૧૧ સપ્ટેમ્બરનો દિવસ ગોઝારા આતંકવાદની યાદ અપાવનારો છે. આ દિવસે આમ તો હજારો બાળકો જન્મતાં હોય છે, પરંતુ આ વખતે મૅરિલૅન્ડ રાજ્યના જર્મન ટાઉનમાં જરાક યોગાનુયોગ ધરાવતી બાળકી જન્મી છે. આ ટાઉનની એક હૉસ્પિટલમાં ૧૧ સપ્ટેમ્બરે રાતે એક્ઝૅક્ટ ૯.૧૧ વાગ્યે એક બાળકીનો જન્મ થયો હતો.

આ પણ વાંચો: ટેમ્પોમાં તાપમાન અચાનક વધી જતાં ૨૪ ટન ફ્રૂટ્સનો જૂસ થઈ ગયો

તેનું વજન પણ ૯ પાઉન્ડ ૧૧ ઔંસ એટલે કે લગભગ ૪.૪ કિલો જેટલું હતું. બાળકીની મા કૅમેટ્રિયન અને પિતા જસ્ટિન બ્રાઉનનું કહેવું છે કે આ ઘટના ચમત્કાર જેવી છે. તેની દીકરી તબાહીની યાદો વચ્ચે એક નવા જીવનનું પ્રતીક લઈને આવી છે. દીકરીનું નામ ક્રિસ્ટિનિયા રાખવામાં આવ્યું છે. મોટા ભાગે તારીખ, સમય અને વજન વચ્ચે આટલુંબધું સામ્ય ધરાવતાં હોય એવાં બાળકો બહુ રેર જન્મે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK