હવે તેલ કંપનીઓનો ચીનને ઝટકો, ચાઇનીઝ ટેંકરમાં નહીં મગાવે તેલ

Published: Aug 13, 2020, 21:16 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

સીમા પર ચીનની હરકતોથી આખા દેશમાં ગુસ્સાનો માહોલ છે અને સરકાર ચીન સાથે કારોબારને સીમિત કરવા માગે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓએ આ પગલું લીધું છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ભારત સરકાર(Indian Government) ચીન(China)ને આર્થિક મોરચે ઝટકો આપવાની કોઈપણ તક ગુમામવા માગતી નથી. હવે સરકારી તેલ કંપનીઓએ ચીની કંપનીઓ દ્વારા સંચાલિત ટેંકરોને ઑર્ડર ન આપવાનો નિર્ણય લીધો છે. જો ચીનની કંપનીઓના ટેંકર કોઇ ત્રીજા દેશમાં પણ રજિસ્ટર્ડ છે તો તેમને કૉન્ટ્રેક્ટ નહીં આપવામાં આવે. સીમા પર ચીનની હરકતોથી આખા દેશમાં ગુસ્સાનો માહોલ છે અને સરકાર ચીન સાથે કારોબારને સીમિત કરવા માગે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેલ કંપનીઓએ આ પગલું લીધું છે.

ભારતીય તેલ કંપનીઓ પાસે પહેલાથી જ ગ્લોબલ ટેન્ડર્સમાં ફર્સ્ટ રાઇટ ઑફ રિફ્યૂઝલ ક્લૉઝ (ના પાડવાનો પહેલો અધિકાર) છે. આ ક્લૉઝ પ્રમાણે જો ભારતીય ટેંકર ટેન્ડર જીતનાર વિદેશી કંપનીઓ જેટલી હરાજી કરશે તો ઘરગથ્થૂ ટેંકર્સને પણ કૉન્ટ્રેક્ટ આપી શકાય છે. તેલ કંપનીઓના આ પગલામાં ચીન સાથે સંબંધ ધરાવનાર ટેંકર હોડમાંથી બહાર થઈ જશે. સીમિત ટેનન્ડરો માટે કંપનીઓ ચીનની શિપિંગ કંપનીઓ પાસેથી ઑર્ડર્સ નહીં મગાવે. આ કંપનીઓ પહેલા ભારતીય તેલ કંપનીઓ સાથે રજિસ્ટર્ડ હતી.

ચીનની ભાગીદારી ઘટી
ભારતીય તેલ કંપનીઓ વિદેશમાંથી તેલ મગાવવા માટે ટેન્કર ભાડે લે છે. પણ આમાં ચીનની ભાગીદારી ખૂબ જ ઓછી છે. તેથી ચીનના ટેંકર પર પ્રતિબંધ મૂકવાથી ભારતીય તેલ કંપનીઓ પર વધારે અસર નહીં પડે. બુધવારે આવેલા એક રિપોર્ટ પ્રમાણે તેલ કંપનીઓ ઑઇલ ટ્રેડર્સ અને સપ્લાયર્સને આ મોહિમમાં સામેલ કરવાની યોજના બનાવી રહી છે. તેમને કહેવામાં આવશે કે ચીની ટેંકર દ્વારા તેલ ભારતમાં ન મોકલે.

રેલવેએ પણ કરી શરૂઆત
રેલવેએ પણ કાનપુર અને મુગલસરાય વચ્ચે સિગ્નલ અને દૂરસંચારના કામ માટે ચાઇનીઝ કંપની પેઇચિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિગ્નલ એન્ડ કૉમ્યુનિકેશન ગ્રુપને આપેલા 471 કરોડ રૂપિયાના ઑર્ડરને 'કામની ધીમી ગતિ'ને કારણે રદ્દ કરી દીધો. હરિયાણાની ખટ્ટર સરકારે પણ પોતાના બે થર્મલ પાવર પ્લાન્ટ્સ પર પૉલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ લગાડવા માટે ચાઇનીઝ કંપનીઓને મળેલા 780 કરોડ રૂપિયાના ઑર્ડર રદ કરી દીધા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK