૧૦૮ ડાયલ કરતાં ઍમ્બ્યુલન્સ તો આવી, પણ ૧૫ મિનિટ સુધી દરવાજો નહીં ખૂલતાં દરદીનું અટૅકથી મોત થયું

હૈદરાબાદ | Aug 23, 2019, 09:43 IST

મુસાફરો આનંદને ઊંચકીને ઍમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા, પણ એનો દરવાજો ખૂલ્યો જ નહીં. ડ્રાઇવર અને મેડિકલ અસિસ્ટન્ટ એમ બધા જ દરવાજો ખોલવા પંદર મિનિટ મથ્યા.

૧૦૮ ડાયલ કરતાં ઍમ્બ્યુલન્સ તો આવી, પણ ૧૫ મિનિટ સુધી દરવાજો નહીં ખૂલતાં દરદીનું  અટૅકથી મોત થયું
૧૫ મિનિટ સુધી ઍમ્બ્યુલન્સનો દરવાજો નહીં ખૂલતાં દરદીનું અટૅકથી મોત

હૈદરાબાદના ચડેરઘાટ પાસે ચેકલ્લા આનંદ નામના સુથારીકામ કરતા એક ભાઈ લોકલ ટ્રેનમાં બેગમપેટ રેલવે સ્ટેશનથી ચડીને મલકપેટ સ્ટેશન જતા હતા. જોકે રસ્તામાં તેમને છાતીમાં દુખાવો ઊપડ્યો અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. આનંદની હાલત જોઈને અન્ય મુસાફરોએ ૧૦૮ નંબર ડાયલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી. મલકપેટ રેલવે સ્ટેશન પહોંચતાં જ ઍમ્બ્યુલન્સ ત્યાં હાજર હતી. મુસાફરો આનંદને ઊંચકીને ઍમ્બ્યુલન્સ સુધી લઈ આવ્યા, પણ એનો દરવાજો ખૂલ્યો જ નહીં. ડ્રાઇવર અને મેડિકલ અસિસ્ટન્ટ એમ બધા જ દરવાજો ખોલવા પંદર મિનિટ મથ્યા. આખરે હૅન્ડલ તોડીને દરવાજો ખોલ્યો અને દરદીને અંદર લીધો અને પ્રાથમિક સારવાર આપી. જોકે ત્યાં સુધીમાં દરદીનું હૃદય બંધ પડી ચૂક્યું હતું અને તેને બચાવી શકાયો નહીં. આ ઘટનાએ સવાલ ખડો કર્યો છે કે ૧૦૮ નંબરની સુવિધા તો છે, પણ એમાં વપરાતા સાધનોનું મેઇન્ટેનન્સ કેમ આટલું ખરાબ?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK