ગયા રવિવારે થાઇલૅન્ડના ચંથાબુરી પ્રાંતમાં ઘરે રજા માણતાં રેસ્ક્યુ વર્કર મના સિરવટેને ઇમર્જન્સી કૉલ આવ્યો. જંગલમાં હાથીઓનું ઝુંડ રસ્તો ઓળંગી રહ્યું હતું ત્યારે એક મદનિયું મોટરસાઇકલની અડફેટે આવીને ઘાયલ થયું હતું. બેભાન થઈ ગયેલા મદનિયાનો શ્વાસોચ્છ્વાસ સાવ ધીમો પડી ગયો હતો. ઘાયલ માણસોની સારવારની તાલીમ લેનારા મના સિરવટે માટે રેસ્ક્યુ વર્કર તરીકે ૨૬ વર્ષની કારકિર્દીમાં પશુબાળની સારવારનો પહેલો અનુભવ હતો, પરંતુ જે સહજતા અને સ્વાભાવિકતાથી આગ, ધરતીકંપ કે અકસ્માતોમાં ઈજાગ્રસ્તો કે બેભાન થયેલા માણસોને સારવાર આપતા હોય એટલી સહજતા અને સ્વાભાવિકતાથી હાથીના બચ્ચાના શ્વાસોચ્છ્વાસ ફરી શરૂ કરીને એને નવજીવન આપ્યું હતું. માણસો માટે કરતા હોય એવી રીતે કાર્ડિયો પલ્મોનરી રિસસીએશન (સીપીઆર) આપ્યું હતું. સારવારને પગલે દસેક મિનિટમાં મદનિયું ઊભું થઈને હરવાફરવા માંડ્યું ત્યાર પછી એનો એની માતા જોડે મેળાપ કરાવવામાં આવ્યો હતો.
છત્તીસગઢના ગોંડ આદિવાસીની ઝૂલતી વાંસળીએ કુતૂહલ જગાવ્યું
1st March, 2021 09:36 IST૨૪ વર્ષથી લગ્ન વગર સાથે રહેતા છ સંતાનો ધરાવતા યુગલનાં હવે લગ્ન થશે
1st March, 2021 09:34 ISTઆ છે ફ્રાન્સની ચકરાવે ચડાવે એવી શ્રેષ્ઠ સ્ટ્રીટ આર્ટ
1st March, 2021 09:31 ISTદસ વર્ષ સુધી ત્વચા પરના સફેદ ડાઘને મેકઅપથી છુપાવ્યા અને હવે બની ગયો છે સફળ મૉડલ
1st March, 2021 09:27 IST