નરીમાન પૉઇન્ટમાં ઑફિસસ્પેસ ખાલી પડી છે

Published: 22nd November, 2011 10:13 IST

એક જમાનામાં નરીમાન પૉઇન્ટ વિસ્તારમાં ઑફિસ હોવી એ એક શાન ગણાતી ત્યાં આજે પહેલી વાર એવું બન્યું છે કે અંદાજે ૩.૧૮ લાખ સ્ક્વેરફૂટ ઑફિસસ્પેસ વેચાયા વિનાની પડી છે. ૧૯૯૬-’૯૭ બાદ પહેલી વાર આટલી જગ્યા ખાલી પડી છે.

 

કેટલાંક વર્ષો પહેલાં એવી હાલત હતી કે આ વિસ્તારમાં ભાડાની જગ્યા મેળવવી એક મુશ્કેલ કાર્ય ગણાતું. આનું મુખ્ય કારણ છે વધુપડતો પ્રૉપર્ટી-ટૅક્સ. વર્ષ ૨૦૦૦ બાદ આ ટૅક્સ ૨.૫૦થી ૩ રૂપિયા સ્ક્વેરફૂટથી વધારીને ૭૦થી ૯૦ રૂપિયા કરી નાખવામાં આવ્યો. વળી સુધરાઈ આ પ્રૉપર્ટી-ટૅક્સ મકાન ક્યારે બાંધવામાં આવ્યું એના આધારે લેતી હતી. આ મકાન ભાડાનું છે કે પછી માલિકીનું એને પ્રૉપર્ટી-ટૅક્સ સાથે કોઈ જ નિસ્બત ન્હોતી એટલે આ મામલે ઘણા વિવાદો થયા. વળી ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ પણ ભારતમાં આવી. એમને જોઈએ એવી વિશાળ જગ્યા પણ નરીમાન પૉઇન્ટમાં ઉપલબ્ધ ન્હોતી એટલે તેમણે સેન્ટ્રલ મુંબઈ તથા બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ તરફ નજર દોડાવી. આ તમામ કારણોને લીધે નરીમાન પૉઇન્ટ વિસ્તારની ઑફિસસ્પેસ ખાલી પડેલી જોવા મળી રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK