સૂકવવા મૂકેલા કપડાંમાંથી વિદ્યાર્થીઓએ વીજળી બનાવી

Published: Nov 06, 2019, 08:48 IST | West Bengal

પશ્ચિમ બંગાળની આઇઆઇટી ખડગપુરના મેકૅનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સંશોધકોની ટીમે તડકામાં સૂકવવા મૂકેલા ભીનાં કપડાંમાંથી વીજળી બનાવવામાં સફળતા મેળવી છે.

સૂકવવા મૂકેલા કપડાંમાંથી વીજળી બનાવી
સૂકવવા મૂકેલા કપડાંમાંથી વીજળી બનાવી

પશ્ચિમ બંગાળની આઇઆઇટી ખડગપુરના મેકૅનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સંશોધકોની ટીમે તડકામાં સૂકવવા મૂકેલા ભીનાં કપડાંમાંથી વીજળી બનાવવામાં સફળતા મેળવી છે. આ ટેક્નિકનો પ્રયોગ અભ્યાસુઓએ ૩૦૦૦ સ્ક્વેર મીટરના ધોબીઘાટમાં સુકાઈ રહેલાં ૫૦ કપડાં પર કર્યો હતો. પૂરી પ્રક્રિયામાં અભ્યાસકર્તાઓને લગભગ ૨૪ કલાકનો સમય લાગ્યો. આ સમયગાળામાં એક વાઇટ એલઇડીમાં ૧ કલાકથી વધુ સમય ચાલી શકે એટલી ૧૦ વૉલ્ટ વીજળી બની હતી.

આ પણ વાંચો : 1 કિલો ડ્રાયફ્રુટ્સ અને 25 લીટર દૂધ ઝાપટતો 14 કરોડના આ પાડાને જોવા પુષ્કરમાં લાગી ભીડ

યુનિવર્સિટીના પ્રોફેસર સુમન ચક્રવર્તીનું કહેવું છે કે આ વીજળીનો ઉપયોગ મોટા પાયે કરી શકાય એવું સંભવ નથી, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં વીજળી નથી પહોંચી ત્યાંના લોકોનું જીવન બદલી શકે એમ છે. એક જ ઉપકરણ વાપરો તો ૫૦૦થી ૭૦૦ મિલીવૉલ્ટ વીજળી બને છે, પરણ ૪૦-૫૦ ડિવાઇસને એક સાથે જોડવામાં આવે તો ૧૨થી ૧૩ વૉલ્ટ વીજળી જ જનરેટ થાય છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK