Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > નટેલા થીમની પોપ-અપ હોટેલમાં રહેવા જવું છે?

નટેલા થીમની પોપ-અપ હોટેલમાં રહેવા જવું છે?

17 November, 2019 08:46 AM IST | Mumbai

નટેલા થીમની પોપ-અપ હોટેલમાં રહેવા જવું છે?

નટેલા હોટેલ

નટેલા હોટેલ


વિખ્યાત સૅન્ડવિચ સ્પ્રેડ નટેલાની ઉત્પાદક કંપનીએ જાહેર કરેલી સ્પર્ધામાં હેઝલનટ ટ્રીટના થીમ પર આધારિત પોપ અપ હોટેલમાં ટુ નાઇટ સ્ટેનું ઇનામ જાહેર કર્યું છે. એમાં વિશેષતા એવી છે કે કૅલિફોર્નિયાની નાપા વૅલી ખાતે હોટેલા નટેલા ફક્ત એક વીક-એન્ડ પૂરતી સ્પર્ધાના ત્રણ વિજેતાઓ અને તેમના ત્રણ મહેમાનો માટે ખુલ્લી રહેશે.
સ્પર્ધકોએ પોતાને શા માટે વિજેતા રૂપે પસંદ કરવામાં આવવા જોઈએ એ સમજાવતો એક મિનિટનો વિડિયો મોકલવાનો રહેશે. વિજેતાઓને હોટેલા નટેલામાં ટૂ નાઇટ સ્ટે, રાઉન્ડ ટિપ ઍરફેર, ઍરપોર્ટથી હોટેલ સુધી ટ્રાન્સપોર્ટેશન અને ૧૦થી ૧૨ જાન્યુઆરી સુધી દરરોજ સવારે નટેલા બ્રેકફાસ્ટ એક્સ્પીરિયન્સનો સમાવેશ છે. ક્રીએટિવિટી, નટેલા માટેના આકર્ષણ અને બ્રેકફાસ્ટ પ્રત્યે લગાવ જેવા મુદ્દા પર વિડિયોમાંથી પસંદગીનો નિર્ણય લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 08:46 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK