મોસ્કોના મ્યુઝિયમમાં ૭.૧૭ કરોડ રૂપિયાના ‌સિંહાસન પર બેસવાનો મોકો મળી રહ્યો છે

Published: Dec 02, 2019, 10:03 IST | Moscow

લાખો ડૉલરના સિંહાસન પર બેસીને પૈસાની તાકાતનો અનુભવ કરનારી વ્યક્તિ તેનું સંપૂર્ણ ધ્યાન પૈસા કમાવામાં કરે એવું છે. ઇગોર રિબાકોવ આ પ્રકારના ધૂની સ્ટન્ટ કરવા માટે જાણીતો છે.

રશિયામાં મળશે સિંહાસન પર બેસવાનો મોકો
રશિયામાં મળશે સિંહાસન પર બેસવાનો મોકો

રશિયાની રાજધાની મોસ્કોની ઉત્તરે આવેલા આર્ટ રેસિડન્સ મ્યુઝિયમમાં પૈસાનું સિંહાસન તૈયાર કરીને એને પ્રદર્શનમાં મૂકવામાં આવ્યું છે. યસ, અહીં લિટરલી ચલણી નોટો ખુરસીમાં ભરવામાં આવી છે. લગભગ અઢી ઇંચ જેટલા જાડા બુલેટપ્રૂફ કાચમાંથી તૈયાર કરવામાં આવેલા આ સિંહાસનમાં પૂરા ૧૦ લાખ ડૉલરની કિંમતની બૅન્ક-નોટ ભરવામાં આવી છે. સિંહાસનમાં ૧૦ લાખ ડૉલર એટલે કે લગભગ ૭,૧૭,૫૪,૦૦૦ રૂપિયાની ચલણી નોટો છે. સામાન્ય માનવીએ તો કદી ૭ કરોડ રૂપિયા જેવી માતબર રકમ એકસાથે સપનામાં પણ નહીં જોઈ હોય, જ્યારે આ મ્યુઝિયમમાં તમને એ રૂપિયાની ગાદી પર બેસીને ફોટો પડાવવાનો મોકો મળી શકે એમ છે. રશિયન આર્ટિસ્ટ ઍલેક્સી સર્જૈઇન્કોએ અબજોનો વેપાર કરનાર ઉદ્યોગપતિ ઇગોર રિબાકોવ સાથેની ભાગીદારીમાં આ તૈયાર કર્યું છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયોમાં ઇગોર રિબાકોવે જણાવ્યું હતું કે ‘આ સિંહાસન પર બેસીને કોઈ જે વિચારે છે કે અનુભવે છે, તેનું દસગણું તેને મળે છે. તો જો તમે આ સિંહાસન પર બેસીને બૂરું વિચારશો તો તત્કાળ એનું દસગણું તમારી સાથે થશે.’
આ સિંહાસન ડિસ્પ્લેમાં મૂકવાનો મૂળ હેતુ રશિયામાં વધુ લોકો અમીર થાય એવી ભાવના છે. મ્યુઝિયમના મુલાકાતીઓને સિંહાસન પર બેસવાની તક આપવામાં આવે છે. લાખો ડૉલરના સિંહાસન પર બેસીને પૈસાની તાકાતનો અનુભવ કરનારી વ્યક્તિ તેનું સંપૂર્ણ ધ્યાન પૈસા કમાવામાં કરે એવું છે. ઇગોર રિબાકોવ આ પ્રકારના ધૂની સ્ટન્ટ કરવા માટે જાણીતો છે. પોતાના પૈસાનું પ્રદર્શન કરીને તે અન્ય લોકોને નાણાકીય સફળતા મેળવવા પ્રેરિત કરે છે.

આ પણ જુઓઃ આ છે તમારા ફેવરિટ બૉલી સ્ટાર્સના નિક નેમ, જે ભાગ્યે જ સાંભળ્યા હશે

આ અગાઉ ઇગોર રિબાકોવે સેન્ટ પિટર્સબર્ગમાં યોજાયેલી એક બિઝનેસ કૉન્ફરન્સમાં ૨૦,૦૦૦ ડૉલર (અંદાજે ૧૪,૩૫,૦૮૦ રૂપિયા)ની નોટોનો વરસાદ ઑડિયન્સ પર કર્યો હતો, જે કૉન્ફરન્સમાં ભાષણ આપવા માટે તેને મળનારી રકમના ૨૦ ટકા જેટલા હતા. ઇગોર રિબાકોવ સફળ બિઝનેસ પરનાં પુસ્તકોનો લેખક છે તેમ જ એક પરોપકારી અને દાનેશ્વરી વ્યક્તિ મનાય છે. વ્લાદિમીર પુતિનના સમયમાં અબજોપતિ બનનારા ૧૦૦ કરતાં વધુ રશિયનમાં તેનો સમાવેશ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK