આ છે દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ, કિંમત સાંભળીને ચોકી જશો

Published: Oct 25, 2019, 09:36 IST

એક લક્ઝુરિયસ બ્રૅન્ડે ટ્રિનિટી ટ્રફલ્સ એક્સ્ટ્રા-ઑર્ડિનરી નામની ચૉકલેટ માર્કેટમાં મૂકી છે જેની કિંમત છે એક કિલોના ૪.૩ લાખ રૂપિયા.

આ છે દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ
આ છે દુનિયાની સૌથી મોંઘી ચૉકલેટ

દિવાળીમાં બધા એકબીજાને ચૉકલેટ્સની ગિફ્ટ આપતા રહેતા હોય છે, પણ એક લક્ઝુરિયસ બ્રૅન્ડે ટ્રિનિટી ટ્રફલ્સ એક્સ્ટ્રા-ઑર્ડિનરી નામની ચૉકલેટ માર્કેટમાં મૂકી છે જેની કિંમત છે એક કિલોના ૪.૩ લાખ રૂપિયા. કદાચ આટલી મોંઘી ચૉકલેટ કોઈ કિલોના ભાવે ન ખરીદી શકે તો વાંધો નહીં, કંપનીએ એક લાખ રૂપિયામાં પંદર ટ્રફલ્સનું એક પૅકેટ પણ બનાવ્યું છે. એનો મતલબ એ કે એક કૅન્ડીની કિંમત લગભગ ૬૬૬૭ રૂપિયા હશે. ૧૫ ગ્રામ વજનની એક ચૉકલેટ ટ્રફલ હશે. હાથેથી બનાવેલા લાકડાના બૉક્સમાં એનું પૅકિંગ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ટૉલ-ટૅક્સથી બચવા નંબર પ્લેટ પર મુખ્ય પ્રધાનનું નામ લખ્યું, જાણો બાદ શું થયું

ફ્રાન્સના શેફ ફિલિપ કૉન્ટિસીની અને ફેબલના માસ્ટર ચૉકલેટિયરે મળીને બનાવેલી આ ચૉકલેટે દુનિયાભરમાં બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે કારણ કે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા પણ એને સૌથી મોંઘી ચૉકલેટનું બિરુદ મળ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK