વિશ્વનો સૌથી લાંબો ગોલ્ફ કોર્સ છે 1365 કિમીનો, આખો કોર્સ પાંચ દિવસે પૂરો થાય

Published: Sep 13, 2020, 07:42 IST | Gujarati Mid-day Correspondent | Australia

સામાન્ય રીતે લાંબા ગોલ્ફ કોર્સમાં ૮૦૦૦ યાર્ડ સુધીનો વ્યાપ ધરાવતા ગોલ્ફ કોર્સની ચર્ચા કરવામાં આવે છે. વિશ્વનો સૌથી લાંબો ગોલ્ફ કોર્સ નલ્લોબાર લિન્ક્સ ૧૩૬૫ કિલોમીટર લાંબો છે.

વિશ્વનો સૌથી લાંબો ગોલ્ફ કોર્સ નલ્લોબાર લિન્ક્સ
વિશ્વનો સૌથી લાંબો ગોલ્ફ કોર્સ નલ્લોબાર લિન્ક્સ

સામાન્ય રીતે લાંબા ગોલ્ફ કોર્સમાં ૮૦૦૦ યાર્ડ સુધીનો વ્યાપ ધરાવતા ગોલ્ફ કોર્સની ચર્ચા કરવામાં આવે છે. વિશ્વનો સૌથી લાંબો ગોલ્ફ કોર્સ નલ્લોબાર લિન્ક્સ ૧૩૬૫ કિલોમીટર લાંબો છે. આઇર હાઇવેની સમાંતરે પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કલગુર્લીથી દક્ષિણ ઑસ્ટ્રેલિયાના સેદુન સુધી ફેલાયેલા આખા ગોલ્ફ કોર્સમાં ફરવામાં ઓછામાં ઓછા પાંચ દિવસ લાગે એટલો એનો વ્યાપ છે. એમાં દર ૬૬ કિલોમીટરે એક હોલ છે. સામાન્ય રીતે ગોલ્ફ કોર્સના ૭ હોલ ઉપરાંત રોડ પૂરા થતા હોય ત્યાં અને રોડ હાઉસિસ પાસે એક મળી ૧૧ હોલ રાખવામાં આવ્યા છે. ખેલાડીઓ એક હોલ પર રમ્યા પછી કારમાં ૧૫૦ કિલોમીટર ડ્રાઇવ કરીને બીજો હોલ રમવા જાય છે. કોરોના રોગચાળાને કારણે પશ્ચિમ ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ ઑસ્ટ્રેલિયા વચ્ચેની સરહદ બંધ કરવામાં આવી હોવાથી નલ્લોબાર લિન્ક્સ પણ બંધ છે. ગોલ્ફના હોલ રમવામાં સૌથી મોટો વિક્રમ મૉન્ગોલિયાના ખેલાડીનો છે. ૨૦૧૭માં ૨૦૦૦ કિલોમીટર સુધ‌ી બૉલને ફટકા મારીને હોલમાં નાખ્યો હતો. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK